ઘર છોડીને આવેલી દિકરીને પરિવાર સાથે મીલન કરાવતી ચકલાસી પોલીસ
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડબ્રહ્મા તાલુકાના જાડીસેબંલ ગામે રહેતા અરજણભાઈ અંગારી નાઓની દિકરી બેંબીબેન ડો/ઓ અરજણભાઇ અંગારી રહે જાડીસેબંલ પધારા તા-ખેડબ્રહમા જી-સાબરકાંઠા નાઓ માનસિક રીતે બિમાર હોઇ તેઓને સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ જે આજથી સાતેક દિવસ અગાઉ અમદાવાદ સીવીલ હોસ્પીટલમાંથી કોઇને કંઇ પણ કહયા વગર કયાંક ચાલ્યા ગયેલ હોય
ચાલતા ચાલતા ચકલાસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સોડપુર ગામે આવી ગયેલ અને આ બાબત તા.૧૭/૧૨/૨૦૨૪ ના રોજ ચકલાસી પોલીસ સ્ટેશનની કાર્યરત જીૐઈ ્ઈછસ્ ના ધ્યાને આવતા તહેના પરીવાર સાથે મીલાપ કરાવવા ચકલાસી પોલીસ સ્ટેશનની તેના ફોટા તથા વિગત તમામ પોલીસ સ્ટેશન તથા સોશીયલ મીડીયામાં મુકી દિકરીના પરીવાર અંગે માહીતી મેળવી દિકરીનુ તેના પરિવાર સાથે સુઃખદ મીલાપ કરાવતી ચકલાસી પોલીસ.