શિવાલયમાં અભિષેક માટેનું ૩૦૦ લીટર દૂધ બાળકોને વહેચી દેવાયું
(એજન્સી)અમદાવાદ, શ્રાવણના પ્રથમ સોમવારે વહેલી સવારથી મુખ્ય શિવાલયોમાં ભારે ભીડ જામી હતી. આ દરમ્યાન શીવલીંગ પર જળાઅભિષેક કરવામાં આવતા લોકો દ્વારા દૂધથી અભીષેક કરવાને બદલે સાંકેતીક અભીષેેક કરી વેડફાતું દૂધ એકત્ર કરવામાં આવ્યું હતું.
જેમાં કામેશ્વર મહાદેવ મંદીરમાં દીવસ દરમ્યાન ૭૦ લીટર દૂધ, કાશીવિશ્વનાથમાં ૮૦ લીટર, પંચમુખી મહાદેવમાં પ૦ લીટર દુધ, ચકુડીયા મહાદેવ મંદીરમાં ૧૦૦ લીટર દૂધ એકત્ર કરાયું હતું. કામેશ્વર મહાદેવ મંદીરના ટ્રસ્ટી નટુ પટેલના જણાવ્યા અનુસાર મંદીરમાં અભીષેક માટે આવેલું દૂધ અન્ય પાત્રમાં એકત્ર કરી જરૂરીયાતમંદ બાળકોને આપી દેવાયું હતું.
વિશ્વેશ્વર તીર્થ ધામ ખાતે દરરોજ પ૦ લીટર જેટલું દૂધ શ્વાનને પીવડાવવા માટે અપાયું છે. મંદીર દ્વારા અત્યાર સુધીમાં ૬,૩૦૦ લીટર દૂધ શ્વાન માટે અપાયું છે.