ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને ૮ વિકેટે હરાવ્યુ
નવી દિલ્હી, ચેન્નાઈના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઇઝ્રમ્ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ યોજાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની જીત થઈ છે, અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમની હાર થઈ છે.
મુંંબઈ ઈન્ડિયન્સે RCB ૧૭૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ઇઝ્રમ્એ માત્ર બે વિકેટ ગુમાવીને ૧૬.૨ ઓવરમાં ચેઝ કરી લીધો હતો. આ ટીમના હિરો વિરાટ કોહલી અને કાફ ડુપ્લેસી હતા. વિરાટ કોહલીએ અણનમ રહીને ૪૯ બોલમાં ૮૨ રન ફટકાર્ય હતા, જ્યારે ફાફ ડુ પ્લેસીસેએ ૪૩ બોલમાં ૭૩ રન ફટકાર્યા હતા. જાે કે, IPL ડેબ્યૂ કરી રહેલા અર્શદ ખાને ફાફ ડુ પ્લેસીસને આઉટ કર્યો હતો.
તો કેમરૂન ગ્રીને દિનેશ કાર્તિકને આઉટ કર્યો હતો. અંતે વિરાટ કોહલીએ છગ્ગો ફટકારીને ટીમને જિતાડી હતી. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીસ વચ્ચે ૮૯ બોલમાં ૧૪૯ રનની પાર્ટનરશીપ જામી હતી. મુંબઈ ઈન્ડિયન્સના બોલરની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સના બોલર જેસન બેહનડોર્ફે ૩ ઓવરમાં ૩૭ રન આપ્યા હતા, બીજા ક્રમે અર્શદ ખાને ૨.૨ ઓવરમાં ૨૮ રન આપીને ૧ વિકેટ ઝડપી હતી.
જાેફ્રા આર્ચરે ૪ ઓવરમાં ૩૩ રન આપ્યા હતા. કેમરુન ગ્રીને ૨ ઓવરમાં ૩૦ રન આપીને ૧ વિકેટ ઝડપી હતી.જ્યારે રિતિક શોકીને ૧ ઓવરમાં ૧૭ રન આપ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ માત્ર ૨ વિકેટ જ ઝડપી શક્યુ હતુ. જાે વાત કરીએ મુંબઈ ઈન્ડિયન્સની તો, ટૉસ જીતને ઇઝ્રમ્એ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતુ, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ભાગે બેટિંગ આવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત એકદમ ખરાબ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સના ટૉપ ઓર્ડર્સે એકદમ ખરાબ પર્ફોંમ્સ આપ્યુ હતુ. શરૂઆતમાં જ મુંબઈ ઈન્ડિયન્સે માત્ર ૨૦ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મેચની ત્રીજા ઓવરમાં મહોમ્મદ સિરાઝે ઈશાન કિશનને માત્ર ૧૦ રનમાં જ આઉટ કરી દીધો હતો. ઈશાને મોટી શોર્ટ મારવાના ચક્કરમાં બાઉન્ડ્રી લાઈન પર ઉભેલા હર્ષલ પટેલને કેચ આપી બેઠો હતો.
ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કૈમરન ગ્રીનની વિકેટ મુંબઈ ઈન્ડિયન્સે ગુમાવી હતી. ગ્રીન રીસ ટૉપ્લીના બોલ પર માત્ર ૫ રનમાં જ ક્લિન બોલ્ડ થયો હતો.
ત્યાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આકાશ દીપના બોલ પર વિકેટ કિપર દિનેશ કાર્તિકને કેંચ આપી દીધો હતો. રોહિત શર્મા માત્ર ૧૦ રન જ મારી શક્યા હતા. જ્યારે માઈકલ બ્રેસવેલના બોલ પર સૂર્યકુમાર યાદવ માત્ર ૧૫ રનમાં જ આઉટ થયો હતો.
૪૮ રન પર મુંબઈ ઈન્ડિયન્સની ચાર વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ નેહાલ વઢેરા અને તિલક વર્માએ ૫૦ રનની ભાગીદારી કરી હતી. જ્યારે ટૂંક સમયમાં જ નેહાલ વાઢેરાની સાથે સાથે ટિમ ડેવિડ અને ઋતિક શૌકીને પણ વિકેટ ગુમાવી દીધી હતી.SS1MS