Western Times News

Gujarati News

નાના ઉદ્યોગોને મદદરૂપ થવા ચેમ્બરના સભ્યોની સંખ્યા વધારીને 1 લાખ સુધી લઈ જવામાં આવશે: સંદીપ એન્જિનિયર

નાના બિઝનેસમેનના માર્ગદર્શન માટે GCCI તેના કેમ્પસમાં સેન્ટર બનાવશે

અમદાવાદ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઈ)ની ગત શનિવારે સંપન્ન થયેલી શાંતિપૂર્ણ ચૂંટણીની જાહેરાત કર્યા બાદ નવા પ્રમુખ સંદીપ એન્જિનિયરે પોતાના શાસનકાળ દરમિયાન સભ્યોની હાલની ૧ર૦૦૦ની સંખ્યાને વધારીને ૧ લાખ ઉપર લઈ જવાની ખાતરી આપી હતી.

એન્જિનયરના કહેવા મુજબ ગુજરાત તેના નાનામાં નાના બિઝનેસમેનની મદદથી આગળ વધવા ઈચ્છે છે અને ચેમ્બરમાં તેઓનો સમાવેશ કરીને અને શકય હોય એટલી તમામ રીતે તેઓને મદદ કરીને ચેમ્બરની પ્રવૃત્તિઓમાં તેમને સમાવી લેવાથી જ તે શક્ય બનશે.

ચેમ્બરની ચૂંટાઈ આવેલી નવી કારોબારી નાના બિઝનેસમેનને માર્ગદર્શન અને તાલીમ આપી શકાય તે માટે એક સેન્ટર ઓફ લ‹નગ ઊભું થાય તેમ ઈચ્છે છે, જીસીસીઆઈના કેમ્પસમાં જ આ સેન્ટર શરૂ કરવામાં આવશે. હું નાના તથા મોટા ઉદ્યોગો અને વેપારના પ્રશ્નોનો ઉકેલ લાવવાના પ્રયાસો કરીશ. ચેમ્બર રાજ્યના ઉદ્યોગોના હિતમાં કામ કરવા પ્રતિબદ્ધ છે એમ એન્જિનિયરે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, ઉભરી રહેલા નાના અને નવા બિઝનેસ માટે છથી આઠ જેટલા સેન્ટર ફોર લ‹નગ ઊભા કરવામાં આવશે અને તેઓને પદ્ધતિસરનું માર્ગદર્શન આપીને તૈયાર કરવામાં આવશે. તેમણે યુવાનો અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) વિશે પણ વાત કરી હતી. ઉદ્યોગોમાં મહત્તમ પ્રમાણમાં ટેકનોલોજી (એઆઈ)નો ઉપયોગ કરીને ચેમ્બર તેની તૈયારીઓને વધુ મજબૂત અને આધુનિક બનાવશે, આધુનિક ટેકનોલોજીની મદદથી જ તેમ થઈ શકશે.

ઉદ્યોગોની ટેકનોલોજીમાં અપગ્રેડેશન કરીને તેઓને મદદ કરવા ઉપર પણ તે સૌથી વધુ ધ્યાન આપશે એમ તેમણે કહ્યું હતું. આ પ્રસંગે નવી ચૂંટણી આવેલી કારોબારીએ દેશના અર્થતંત્રને પ ટ્રિલિયનનું બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.