Western Times News

Gujarati News

ICC ચેમ્પીયન્સ ટ્રોફી દુબઈમાં રમાતા હોટલો અને બીજા ધંધાઓમાં કમાણી વધી

ટીકીટોના વેચાણથી પણ કરોડોની કમાણીઃ હોટલ-રેસ્ટોરન્ટ-ફનઝોન, જોવાના સ્થળો બધુ હાઉસફૂલ રહયું

(એજન્સી)નવીદિલ્હી, આઈસીસી ચેમ્પીયન્સ ટ્રોફી ર૦રપની ફાઈનલ પુરી થઈ ગઈ છે. આમાં ભારતે ન્યુઝીલેન્ડને ૪ વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી. આ વખતે આ ટુર્નામેન્ટનું આયોજક પાકિસ્તાન હતું. પરંતુ ભારતની બધી મેચ દુબઈમાં રમાઈ હતી. દુબઈમાં ફાઈનલ સહીત કુલ પ મેચ રમાઈ હતી. દુબઈને આનાથી ઘણી આવક થઈ છે.
દુબઈમાં યોજાતી ભારતની મેચોને કારણે દુબઈમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો મોટી સંખ્યામાં દુબઈ મેચ જોવા માટે પહોચ્યા હતા. ફકત ભારત જ નહી વિરોધી ટીમના ઘણા ચાહકો પણ તેમની ટીમને ચીયર કરવા દુબઈ પહોચ્યા હતા. ઉપરાંત ઘણી સેલીબ્રીટીઓ પણ ચાર્ટર્ડ ફલાઈટ દ્વારા દુબઈ પહોચી હતી. આનાથી દુબઈના અર્થતંત્રને પણ ઘણો ફાયદો થયો છે.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સેમીફાઈનલ મેચ ૪ માર્ચ યોજાઈ હતી. આમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલીયાને ૪ વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. ભારત ફાઈનલમાં પહોચતાની સાથે જ દુબઈ પહોચતા ચાહકોની સંખ્યામાં વધારો થયો. મેચ ટીકીટ અને ટ્રાવેલ પેકેજની માંગ આસમાને પહોચવા લાગી.
ભારતની બધી મેચો દુબઈમાં યોજાઈ રહી હોવાથી ટ્રાવેલ પેકેજોની માંગમાં નોધપાત્ર વધારો થયો.

નેગોહટેલ બુલીટીન આઈસીસીના સત્તાવાર ટ્રાવેલ પાર્ટનર ભારત આર્મી ટ્રાવેલ્સ દ્વારા અહેવાલ આપ્યો છે. કે તેમના તમામ ૧૦૦૦ ટ્રાવેલ પેકેજો તાત્કાલીક વેચાઈ ગયા હતા. ભારતીય ચાહકોને સ્ટાર્નડડ પેકેજ માટે ૩પ૦ (રૂ.૩૦.પર હજાર થઈ લઈને પ્રીમીયમ અનુભવો માટે ૧ર૦૦ રૂ.૧ લાખથી વધુ સુધી ખર્ચ કર્યા. આ પેકેજોમાંથી મેચ ટીકીટ ફલાઈટસ લકઝરી હોટલ અને વીઆઈપી આતિથ્યનો સમાવેશ થતો હતો.

જો આપણે ધારીએ કે ભારતીય ચાહકોએ ૧૦૦૦ ટ્રાવેલ પેકેજ માટે સરેરાશ ૮૦૦ ડોલર લગભગ ૭૦ હજાર રૂપિયા ખર્ચ કર્યા તો કુલ ખર્ચ લગભગ ૭ કરોડ રૂપિયા થયો. આ આંકડો ફકત ઈન્ડીયા આર્મી ટ્રાવેલ્સનો છે. મેચ જોવા માટે ઘણા લોકો દુબઈ પહોચ્યા. આવી સ્થિતિમાં આ આંકડો ઘણો વધારો હોઈ શકે છે. આ ઉપરાંત તમે દુબઈ પહોચેલા લોકો સાથે ખરીદી પણ કરી હશે અને હોટલોમાં ભોજન પણ ખાધું હશે. લોકોના આ ખર્ચથી દુબઈની તિજોરીમાં પણ વધારો થયો છે.

દુબઈ ફકત ટીકીટના વેચાણથી જ અબજો રૂપિયાની કમાણી કરી. જે મેદાનમાં ફાઈનલ રમાઈ હતી ત્યાં રપથી૩૦ હજાર દર્શકોની ક્ષમતા છે. ફાઈનલ મેચની ટીકીટની કિમત રપ૦દિરહામથી ૧ર૦૦૦ દિરહામ સુધીની હતી. દુબઈમાં ફાઈનલમાં જ ૯૦ લાખ દિરહામ લગભગ રર કરોડ રૂપિયા કમાયા. આમ કુલ પ મેચ માટે દુબઈ ટીકીટ વેચાણમાંથી અંદાજીત કમાણી ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ હતી.

ચેમ્પીયનશીપ ટ્રોફી દરમ્યાન, દુબઈના હોટલ, રેસ્ટોરન્ટ સ્પોર્ટસ ઝોન, ફર્નઝોન મનોરંજન વ્યવસાયો વગેરેની આવકમાં જબરદસ્ત વધારો થયો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમ નજીકની બધી હોટલો હાઉસફુલ હતી. બાર અને રેસ્ટોરેન્ટમાં પણ દર્શકોની ભારે ભીડ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.