ચેમ્પિયન્સ ટ્રોફીઃ અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને 8 રનથી હરાવ્યું

અફઘાનિસ્તાનના ૩૨૫ રનઃ ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવી
લાહોર, ચેÂમ્પયન્સ ટ્રોફીમાં આજે લાહોર ખાતે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પ્રારંભિક ધબકડા બાદ અફઘાનિસ્તાનના બેસ્ટમેન ઈબ્રાહીમે એક છેડો સાચવવા ઉપરાંત ઈંÂગ્લશ બોલરોની ધોલાઈ કરી ૧૭૭ રન બનાવતાં અફઘાનિસ્તાનની ટીમનો કુલ સ્કોર ૫૦ ઓવરના અંતે ૩૨૫ રન નોંધાયો હતો. Champions Trophy: England Afghanistan
અફઘાનિસ્તાને પોતાના કુલ સ્કોરનો સફળતાપૂર્વક બચાવ કર્યો છે અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવવા માટે ઇંગ્લેન્ડને 8 રનથી હરાવ્યું છે.
તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. પરંતુ ટીમનો સ્કોર ૧૯ રને પહોંચ્યો ત્યારે ઓપનર ફ્લીપ સોલ્ટ આઉટ થઈ જતાં ઈંગ્લેન્ડને પ્રથમ ઝટકો લાગ્યો હતો ત્યારબાદ બેટીંગ કરવા આવેલા જેમિસ સ્મિથ પણ પીચ ઉપર ટકી શક્યો નહોતો અને ૩૦ રન ઉપર તે આઉટ થઈ જતાં ઈંગ્લેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ હતી. આ લખાય છે ત્યારે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન રૂટ અને શાનદાર ફોર્મમાં રહેલાં ઓપનર ખેલાડી ડકેતે ટીમનો સ્કોરને આગળ વધારી રહ્યાં છે.
અફઘાનિસ્તાનની ટીમ ક્રિકેટની મોટી ટૂર્નોમેન્ટમાં મેજર અપસેટ સર્જવા માટે જાણીતી છે. આ વાતનું વધુ એક ઉદાહરણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ જોવા મળ્યું હતું. અફઘાનિસ્તાનના યુવા ઓપનર ઈબ્રાહિમ ઝાદરાને અંગ્રેજોને જોરધાર ધોયાં હતા. ઝાદરાને લાહોરમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ૧૭૭ રનની ધમાકેદાર ઈનિંગ ખેલતાં પોતાની ટીમ માટે પહાડી સ્કોર ઊભો કર્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફીની આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતી વખતે ત્રણ વિકેટો શરૂઆતમાં ગુમાવી દીધી હતી, ત્યારબાદ ૨૩ વર્ષીય યુવા ઓપનર ઝદરાને ઇનિંગ્સની કમાન સંભાળી અને પછી ગતિ વધારી અને શાનદાર સદી ફટકારી હતી. ઝાદરાન છેલ્લી ઓવર સુધી રહ્યો અને ૧૪૬ બોલમાં ૧૭૭ રનની આશ્ચર્યજનક ઈનિંગ રમી હતી.
ઝાદરાને ચાલુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડના બેન ડકેટના ૧૬૫ રનનો રેકોર્ડ તોડ્યો હતો અને અત્યાર સુધી સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી બન્યો છે.