Western Times News

Gujarati News

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને કચડી ભારતનો ફાઈનલમાં પ્રવેશ

આજે બીજી સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર-ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૨૬૫ રનનો ટાર્ગેટ આપ્યો હતોઃ કોહલીએ ૮૪ રન ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યુ

દુબઈ, દુબઈના સ્ટેડિયમ ઉપર ચેÂમ્પયન્સ ટ્રોફીની સેમિફાઈનલની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યાે છે. હવે બીજી સેમિફાઈનલ આવતીકાલે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર છે અને તેમાંથી જે જીતશે તેની સામે ભારત ટકરાશે. #ChampionsTrophy2025

દુબઈના સ્ટેડિયમ પર મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચેÂમ્પયન ટ્રોફીની પ્રથમ સેમિફાઈનલ મેચમાં ર૬પ રનનો પીછો કરતાં ભારતીય ટીમની કંગાળ શરૂઆત થઈ હતી અને ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા ફરી એક વખત ફલોપ સાબિત થતાં મીડલ ઓડર બેટ્‌સમેનો દબાણમાં આવી ગયા હતા.

આ પરિસ્થીતિમાં ફરી એક વખત સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીએ એક છેડો સાચવી સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. ઓપનર ગિલ સસ્તામાં આઉટ થઈ ગયા બાદ રોહિત શર્મા પર ક્રિઝ પર વધુ ટકી શકયા ન હોતા. બન્ને ઓપનરો પેવેલિયનમાં પહોંચી ગયા બાદ વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરે બાજી સંભાળી હતી. જો કે, ઝડપથી રન બનાવવાની ઉતવાળમાં શ્રેયસ ઐયર ૪પ રનના સ્કોર ઉપર ઝમ્પાના હાથે બોલ્ડ આઉટ થતાં અક્ષય પટેલ રમતમાં આવ્યા હતા

અને તેણે ર૭ રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી ત્યારબાદ તે એલિસના બોલમાં બોલ્ડ આઉટ થયો હતો. ભારતીય ટીમની સમયાંતરે વિકેટો પડતા રનરેટ ઉપર તેની અસર પડી હતી અને છેલ્લે બોલે રન બનાવવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. ક્રિઝ ઉપર વિરાટ કોહલી અને કે.એલ.રાહુલે સમજદારી પૂર્વક સ્કોરબોડને ફરતું રાખી બેટીંગ કરી હતી.આ પીચ ઉપર બોલર અને બેટ્‌સમેન બન્નેની પરીક્ષા થઈ હતી. ભારત મજબૂત સ્થિતિમાં મૂકાયું ત્યારે વિરાટ કોહલી ૮૪ રને આઉટ થતાં સદી ચૂકી ગયો હતો. છેલ્લે જાડેજા અને કે એલ રાહુલે ૧૧ બોલ બાકી હતા ત્યારે ૨૬૫ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરી લીધો હતો.

દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલમાં પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૨૬૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. કાંગારૂ ટીમ માટે કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ ૭૩ રનની ઇનિંગ રમી હતી. જ્યારે એલેક્સ કેરીએ ૬૧ રન બનાવ્યા. ટ્રેવિસ હેડે ૩૯ રન અને માર્નસ લાબુશેને ૨૯ રન બનાવ્યા. એક સમયે કાંગારૂ ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું પરંતુ ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયન બેટર્સ પર લગામ કસી હતી.

પહેલા બેટિંગ માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમના પહેલો મોટો ઝટકો વિસ્ફોટક બેટર ટ્રેવિસ હેડના રુપમમાં લાગ્યો. વરુણ ચક્રવર્તીએ તેને ગિલને હાથે કેચઆઉટ કરાવી દેતાં ભારતને મોટી રાહત મળી હતી અને અહીં પછી ભારતે બોલિંગ કડક કરતાં ઓસ્ટ્રેલિયાની ધડાધડ વિકેટ પડી હતી.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયા ૨૬૪ રનમાં ઓલઆઉટ થયું હતું. તેની શરુઆત જ ઘણી કંગાળ રહી. પહેલી જ ઓવરમાં મોહમ્મદ શમીએ ઓપનર કૂપર કોનોલીને વિકેટ કિપરને હાથે કેચ આઉટ કરાવી દીધો હતો, આમ કોનોલી ખાતું ખોલાવ્યાં વગર પેવેલિયન ભેગો થયો હતો. આ પછી ટ્રેવિસ હેડે કેટલાક આકર્ષક શોટ રમ્યા, પરંતુ વરુણ ચક્રવર્તી આવતાની સાથે જ તેણે ટ્રેવિસ હેડને

તેની ઓવરના બીજા બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવતાં ભારતને મોટી રાહત મળી હતી. ટ્રેવિસ હેડ ૩૯ રન બનાવીને આઉટ થયો હતો. માર્નસ લાબુશેન ૩૬ બોલમાં ૨૯ રન બનાવીને આઉટ થયો હતો. લાબુશેને સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે ૫૬ રનની ભાગીદારી કરી. કેપ્ટન સ્ટીવ સ્મિથ અને જોશ ઇંગ્લિશ ક્રીઝ પર છે. કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ ૭૩ રનની ઇનિંગ રમી હતી.

જ્યારે એલેક્સ કેરીએ ૬૧ રન બનાવ્યા. એક સમયે કાંગારૂ ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું પરંતુ ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયન બેટર્સ પર લગામ કસી હતી.

ઝડપી બોલર મોહમ્મદ શમીએ ૧૦ ઓવરમાં ૪૮ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. સ્પિનરો વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ ૨-૨ વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને હાર્દિક પંડ્‌યાએ એક-એક વિકેટ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.