મહિલાઓ રણચંડી બનીઃ દારૂનું વેચાણ કરવા આવેલા શખ્સોને ભગાડયા

પાટણ, ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના લોકોએ ગામમાં દારૂબંધી ફરમાવી હોવા છતાં કેટલાક બુટલેગર લોકો ગામ નજીકના ખેતરમાં આવી દેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ કરવા હોવાનું ગ્રામજનોના ધ્યાનમાં આવતા સવારે ગામની મહીલાઓએ દારૂ વેચતા કેટલાક લોકોએ ખેતરમાંથી ભગાડતા ખેતરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મહીલાઓએ આ અંગેની જાણ ગામના આગેવાનોને કરતા તેઓ ખેતરમાં આવી દેશી દારૂનો નાશ કર્યો હતો.
તાજેતરમાં પાટણના ધારાસભ્ય કીરીટભાઈ પટેલે પાટણના શહેરાન મીરાદરવાજા નજીકના કુલડીવાસના મુખ્યમાર્ગય પર પડેલા મસમોટા ભુવાના પ્રશ્ને છેલ્લા પંદર દિવસથી પરેશાની ભોગવી રહેલ રહીશોની રજુઆતનાં પગલે સ્થળ પર આવી પાલીકાના ચીફ ઓફીસરને ટેલીફોન પર સમસ્યાનાં નિવારણ માટે સ્થળ ઉપર આવવા જણાવ્યું હતું
ત્યારે તેઓએ ધારાસભ્યનો ફોન રીસીવ ન કરતા ધારાસભ્યની આગેવાની હેઠળ વિસ્તારના રહીશોએ રાત્રે ૧૦.૦૦ કલાકે ચીફ ઓફીસરને નિવાસસ્થાને પહોચી રામધુન બોલાવી હતી.
પાટણના હાઈવે વિસ્તારમાં સરદાર કોમ્પલેક્ષ નજીક બે મૃત ગાયોના દુર્ગધ મારતા શરીરને કારણે આ વિસ્તારમાં આવેલા વેપારીઓને દુર્ગધનો સામનો કરવો પડયો હતો. આ બાબતે વેપારીઓ દ્વારા પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપુતને જાણ કરતાં તેઓએ સફાઈકર્મચારીઓ ને ટ્રેકટર સાથે ઘટના સ્થળે મોકલી મૃતક બંને ગાયોના શબને જેસીબી મશીનની મદદથી ટ્રેકટરમાં ભરીનેતેનો નિકાલ કરી દંવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.