Western Times News

Gujarati News

વાવાઝોડાને લઈ દેશના ૫ રાજ્યોમાં વરસાદની શક્યતા!

File

નવી દિલ્હી, હવામાન વિભાગે ચક્રવાતી તોફાન ‘હામૂન’ અંગે અપડેટ જારી કર્યું છે. ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને મિઝોરમમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને વાવાઝોડા વિશે અપડેટ રહેવા અને સત્તાવાર સલાહને અનુસરવા જણાવ્યું છે. આ સાથે સંબંધિત રાજ્ય સરકારોને પણ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારીઓ રાખવા અને બચાવ અને રાહત માટે ટીમો તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ દિવસોમાં નવી દિલ્હીમાં સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન સૂર્ય હજી પણ તેજસ્વી રીતે ચમકતો હોય છે.

બીજી તરફ દિલ્હીમાં પણ પ્રદૂષણ જાેવા મળી રહ્યું છે. વધતા પ્રદૂષણનું એક કારણ વાહનોની સંખ્યા દર વર્ષે વધી રહી છે તેમજ તેના ધુમાડાનું ઉત્સર્જન પણ છે, જે સતત વધી રહ્યું છે. સ્થિતિ એવી છે કે એક દાયકામાં આ પ્રદૂષણમાં ૩૯ ટકાનો વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો.

લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ થયો. હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૩.૧ થી ૫ ડિગ્રી વધુ રહ્યું. અને કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને બિહાર, આસામ, છત્તીસગઢ, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં ઘણા સ્થળોએ સામાન્ય કરતાં ૧.૬ થી ૩ ડિગ્રી વધારે રહ્યું હતું.

હવામાનની વાત કરીએ તો લક્ષદ્વીપ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં હળવો વરસાદ થયો હતો. આ સમયગાળા દરમિયાન કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. જ્યારે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. એજન્સી અનુસાર, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે.

જેના કારણે રાત્રે ઠંડીનો અહેસાસ વધુ થશે. પૂર્વોત્તર ભારત, ગંગાના પશ્ચિમ બંગાળ, તટીય ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં હળવા વરસાદની સંભાવના છે. આ સાથે કેરળમાં આગામી ૨૪ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.