નવયુગ કોમર્સ કોલેજ ખાતે રિસર્ચ સેન્ટરનું કુલપતિ દ્વારા ઉદઘાટન
સુરત, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આદરણીય કેન્દ્ર સરકારે સંશોધનને ખૂબ જ મહત્વ આપ્યું છે.આ બાબતને ધ્યાન રાખીને કોલેજના આચાર્યશ્રી ડો. વિનોદ એન. પટેલ દ્વારા સંશોધન સાથે જોડાયેલ વિવિધ ક્ષેત્રના અધ્યાપકો, રિસર્ચ સ્કોલરો તેમજ સમાજના તમામ નાગરિકોને જરૂરી સુવિધા પૂરી પાડી શકાય તે વિચારથી નવયુગ કોમર્સ કોલેજમાં રિસર્ચ સેન્ટરની સ્થાપના માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની Establishment and Approval/Renewal of Research Center at Affiliated colleges/Institute અંતર્ગત અરજી કરવામાં આવેલ હતી અને જેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી દ્વારા નવયુગ કોમર્સ કોલેજને રિસર્ચ સેન્ટરની માન્યતા આપવામાં આવેલ હતી.
સંશોધન માટે સંશોધનાર્થીઓને જરૂરી સુવિધા તેમજ એકાંત ખૂબ જ જરૂરી હોય છે. જેથી તેઓ પોતાનું સંશોધન કાર્ય જરૂરી ગુણવત્તા ના આયામો જાળવીને કરી શકે.યુનિવર્સિટીમાં હાલમાં કોમર્સ અને એકાઉન્ટન્સી વિષયમાં અંદાજિત 400 થી 500 રિસર્ચ સ્કોલરો પોતાનું સંશોધન કાર્ય કરી રહ્યા છે.
નવયુગ કોમર્સ કોલેજના રિસર્ચ સેન્ટર દ્વારા આ તમામ સંશોધનાર્થીઓને રિસર્ચ સેન્ટર નિ:શુલ્ક પણે ઉપયોગ કરવા દેવામાં આવશે. રિસર્ચ સેન્ટરમાં સંશોધન અંગેના જરૂરી સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં પણ સંશોધનાર્થીઓને જરૂરી એવી તમામ જર્નલ કે અન્ય કોઈપણ સોફ્ટવેર ને ખરીદવા કે સબસ્ક્રાઇબ કરવા માટે રિસર્ચ સેન્ટર કટિબદ્ધ રહેશે.
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમજ સંશોધન પ્રોજેક્ટ અને પ્રાઇવેટ કોર્પોરેટ કંપની પોતાના સીએસઆર ફંડ માંથી જે પણ સંશોધન કરવા ઈચ્છે છે તે અંગે રિસર્ચ સેન્ટર પાસે જરૂરી લાયકાત અને જ્ઞાન ધરાવતા સ્ટાફ ઉપલબ્ધ છે.રિસર્ચ સેન્ટરના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે
● Promote High-Quality Research
● Facilitate Knowledge Dissemination
● Foster Research and Innovation
● Consultancy in Research Funding and Grants
● Enhance Research Infrastructure
● Nurture Research Talent
● Foster Collaboration and Partnerships
● Drive Applied Research
● Conduct Ethical Research
● Promote Technology-Driven Research
● Facilitate Research Scholars.
રિસર્ચ સેન્ટર અંગે વાઇસ ચાન્સલર નોમિની તરીકે ડો. ગૌરાંગ રામી, પ્રોફેસર એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ, વી,એન,એસ,જી,યુ,ની નિમણૂક કરવામાં આવેલ છે, આ ઉપરાંત કોલેજ દ્વારા રિસર્ચ સેન્ટરના કો-ઓર્ડીનેટર તરીકે ડો. બ્રિજેશ એસ. પટેલ અને કો-કોઓર્ડીનેટર તરીકે ડો. મેહુલ બી.શાહ અને ઇન્ટર્નલ એક્સપર્ટ તરીકે ડો. જીગ્નેશ પી. વાઘેલાની નિમણૂક કરવામાં આવેલ છે.
યુનિવર્સિટીના નિયમ મુજબ આ કમિટીમાં બે એક્સ્ટર્નલ એક્સપર્ટ ની પણ નિમણૂક કરવાની હોય છે.જેમાં ડો. ભાવેશ વનપરિયા ,આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ એચ.આર.ડી., વી.એન.એસ.જી.યુ. અને ડો. આશિષ કે. દેસાઈ આચાર્ય,સાસ્મા ઇંગ્લીશ મીડીયમ કોમર્સ કોલેજ ની નિમણૂક કરવામાં આવેલ છે.
તારીખ ૦૮/૧૧/૨૦૨૩ ના રોજ નવયુગ કોમર્સ કોલેજ ખાતે રિસર્ચ સેન્ટર નું ઉદઘાટન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રી ડો. કિશોરસિંહ એન. ચાવડા દ્વારા કરવામાં આવેલ હતું.કોલેજના આચાર્ય ડો. વિનોદ એન. પટેલ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત અને આવકાર પ્રવચન આપવામાં આવેલ હતું તેમજ સંશોધનાર્થીઓને રિસર્ચ સેન્ટરમાં જરૂરી સુવિધા મળી રહેશે તે અંગે ખાતરી આપેલ હતી.
રિસર્ચ સેન્ટરના કો-ઓર્ડીનેટર ડો. બ્રિજેશ એસ. પટેલ દ્વારા રિસર્ચ સેન્ટર નું મહત્વ,તેની ભૂમિકા, સંશોધનાર્થીઓ માટે તેનો ઉપયોગ વગેરે બાબત ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આદરણીય કુલપતિશ્રી સાહેબ દ્વારા રિસર્ચ સેન્ટરને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી. તેમજ તેમણે સંશોધનનું મહત્વ, સંશોધનાર્થીઓ માટે રિસર્ચ સેન્ટર નું મહત્વ, સંશોધનના સામાજિક અને કારકિર્દી લક્ષી ઉપયોગ વગેરેઉપર વિસ્તારથી ચર્ચા કરી હતી
તેમજ ભવિષ્યમાં પણ રિસર્ચ સેન્ટરને યુનિવર્સિટી તરફથી જે કોઈપણ સહયોગ જોઈશે તે આપવાની સંપૂર્ણ હકારાત્મક ખાતરી આપેલ હતી. સમગ્ર સ્ટાફ સભ્યોએ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. નવયુગ વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા રિસર્ચ સેન્ટરને તેમજ સમગ્ર સ્ટાફ સભ્યોને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.