Western Times News

Gujarati News

આૅસ્ટ્રિયાના ચાન્સેલરે પીએમ મોદી સાથે પોસ્ટ કરી સેલ્ફી

ઓસ્ટ્રિયા, રશિયાનો પ્રવાસ પૂરો કરીને યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

યુરોપીયન દેશમાં વડાપ્રધાનનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેક્ઝાંડર શૈલેનબર્ગ ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.પીએમ મોદીનું સ્વાગત કર્યા બાદ એલેક્ઝાંડર શૈલેનબર્ગે ટિ્‌વટ કર્યું, ‘ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રિયાની ઐતિહાસિક મુલાકાત પર હાર્દિક સ્વાગત છે. આપણા રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠ છે.

અમારા દેશો વચ્ચેની ભાગીદારી વૈશ્વિક સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સંયુક્ત પ્રતિબદ્ધતા પર આધારિત છે.એરપોર્ટથી પીએમ મોદી સીધા ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં હોટેલ રિટ્‌ઝ-કાર્લટન પહોંચ્યા. હોટલ પહોંચતા જ ઓસ્ટ્રિયાના કલાકારોએ વંદે માતરમ સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.ચાન્સેલર કાર્લ નેહમરે ઓસ્ટ્રિયા પહોંચેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરતા તેમણે કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિયેનામાં આપનું સ્વાગત છે. આૅસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ આનંદ અને સન્માનની વાત છે.

ઓસ્ટ્રિયા અને ભારત મિત્રો અને ભાગીદાર છે. હું તમારી મુલાકાત દરમિયાન અમારી રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું!’ચાન્સેલર કાર્લ નેહમરના ટ્‌વીટને રીટ્‌વીટ કરતા પીએમ મોદીએ કહ્યું, ‘ચાન્સેલર કાર્લ નેહમર, તમને વિયેનામાં મળીને આનંદ થયો. ભારત-ઓસ્ટ્રિયાની મિત્રતા મજબૂત છે અને આવનારા સમયમાં તે વધુ મજબૂત બનશે.

તમારા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર. હું અમારી ચર્ચાઓ માટે આતુર છું. આપણા દેશો વૈશ્વિક કલ્યાણ માટે સાથે મળીને કામ કરતા રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.