મહાઠગ કિરણ સાથે સંકળાયેલા સરકારી બાબુઓને ED તપાસમાં બોલાવે તેવી શક્યતાઓ
મહાઠગ કિરણ સાથે સંકળાયેલા એક ડઝન લોકોના ત્યાંથી વાંધાજનક દસ્તાવેજાે મળ્યા- મહાઠગ કિરણ પટેલ સાથે સંકળાયેલા જય સીતાપરા, હાર્દિક ચંદારાણા, વિઠ્ઠલ પટેલ, અમિત પંડ્યા અને પીયૂષ વસિતા સાથે સંકળાયેલા છે જેઓ પટેલ સાથે મળેલા હોવાની શંકા છે.
અમદાવાદ, પીએમઓ ઓફિસર (PMO) હોવાનો દાવો કરીને લોકો સાથે છેતરપિંડી કરનાર મણિનગરના કિરણ પટેલ સાથે સંકળાયેલા અડધો ડઝનના ત્યાં ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દરોડા પાડીને વાંધાજનક દસ્તાવેજાે સહિતનું સાહિત્ય કબજે કર્યું છે. Chances of ED summoning govt babus linked to fake PMO officer Kiran Patel probe.
ઈડીએ કિરણ પટેલની (Kiran Patel) સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓ અને જમ્મુ-કાશ્મીરમાં પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ઈડીએ જમ્મુ-કાશ્મીર અમદાવાદ પોલીસ કિરણ પટેલ સામે થયેલી ફરિયાદના દસ્તાવેજાે મેળવીને તપાસ ચાલુ કરી છે.
આગામી દિવસોમાં કિરણ પટેલ સાથે સંકળાયેલા સરકારી બાબુઓને ઈડી તપાસમાં બોલાવે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર જેટલા ગુનામાં ધરપકડ કરીને કેટલાક વાંધાજનક દસ્તાવેજાે કબ્જે કર્યા હતા. આ ઉપરાંત કિરણ પટેલની જન્મકુંડળી પણ મેળવી હતી.
પીએમઓના ઉચ્ચ અધિકારી હોવાનો દાવો કરનાર કિરણ પટેલ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જાેગવાઈઓ હેઠળ કેસ નોંધાયા બાદ ઈડીએ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને મહેસાણા સહિતના ૧૨ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ચીટર પટેલ પહેલાથી જ જમ્મુ અને કાશ્મીર અને ગુજરાતમાં છેતરપિંડી અને વિશ્વાસભંગના અનેક આરોપોનો સામનો કરી રહ્યો છે. ઈડી દ્વારા હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં સ્થાવર મિલકતો સાથે સંબંધિત દસ્તાવેજાે જપ્ત કરવામાં આવ્યા હતા અને અત્યંત વાંધાજનક સામગ્રી પણ મળી હતી.
જમ્મુ-કાશ્મીર અને અન્ય સ્થળોએ તેની પ્રવૃત્તિઓના સંદર્ભમાં વધુ તપાસ ચાલી રહી છે. ઈડીની શ્રીનગર ઝોન ઓફિસ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. મહાઠગ કિરણ પટેલ સાથે સંકળાયેલા જય સીતાપરા, હાર્દિક ચંદારાણા, વિઠ્ઠલ પટેલ, અમિત પંડ્યા અને પીયૂષ વસિતા સાથે સંકળાયેલા છે જેઓ પટેલ સાથે મળેલા હોવાની શંકા છે.
પટેલને માર્ચમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા પીએમઓના નકલી અધિકારીની ઓળખ આપીને ઝેટ પ્લસ સિક્યોરિટી મેળવવાના અને લોકો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ઝડપી લેવામાં આવ્યો હતો. આ જ કેસ ઇડીની કાર્યવાહીનો આધાર છે.
ઈડીએ પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યાે કે, તેણે લોકોને મુર્ખ બનાવીને તેમની સાથે છેતરપિંડી કરી છે અને નાણાંકીય તેમજ ભૌતિક લાભો મેળવવા માટે ફૂલપ્રુફ પ્લાન બનાવીને લોકો સાથે છેતરપિંડી આચરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એપ્રિલમાં ગુજરાત પોલીસની કસ્ટડી બાદ રિમાન્ડ પૂરા થયા બાદ પટેલને જમ્મુ અને કાશ્મીર પરત મોકલવામાં આવ્યો હતો.