ચંદુ ચાવાળાના રોલમાં નહીં જાેવા મળે ચંદન પ્રભાકર

ભારતી અને કૃષ્ણા બાદ વધુ એક જૂના જાેગીએ છોડ્યો સાથ
ચંદન પ્રભાકર આ શોમાં ચંદુ ચાવાળા ઉપરાંત હવલદાર હરપાલ સિંહ, ઝંડા સિંહ અને રાજુનું પાત્ર પણ ભજવી ચૂક્યો છે
મુંબઈ,પોપ્યુલર કોમેડી શો ધ કપિલ શર્મા શોમાંથી વધુ એક વિકેટ પડી હોવાના અહેવાલ આવી રહ્યા છે. કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ બાદ હવે ચંદન પ્રભાકર પણ શોમાં નહીં જાેવા મળે. ચંદુ ચાવાળાના રોલમાં જાેવા મળતા ચંદન પ્રભાકરે હાલ તો શો છોડ્યો છે અને આમ કરવા પાછળનું કારણ પણ તેણે પોતે જ જણાવી દીધું છે.
ચંદન પ્રભાકર આ શોમાં ચંદુ ચાવાળા ઉપરાંત હવલદાર હરપાલ સિંહ, ઝંડા સિંહ અને રાજુનું પાત્ર પણ ભજવી ચૂક્યો છે. ધ કપિલ શર્મા શોની ત્રીજી સીઝનમાં શા માટે નહીં જાેવા મળે તેનો ખુલાસો ચંદન પ્રભાકરે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કર્યો છે.
Lekar laughter ke naye reasons, @Kapilsharma laa raha hai comedy ka naya season! Dekhiye #TheKapilSharmaShow 10th September se Sat-Sun raat 9:30 baje, sirf Sony par. pic.twitter.com/I13mgBCWf4
— sonytv (@SonyTV) August 25, 2022
ચંદને કહ્યું, હા, હું આ સીઝનનો ભાગ નથી. આ વખતે શોમાં ના હોવાનું કોઈ ચોક્કસ કારણ નથી. હું માત્ર બ્રેક લેવા માગુ છું. મહત્વનું છે કે, ચંદન પ્રભાકર હાલમાં થયેલી કપિલ શર્માની ઓસ્ટ્રેલિયા ટૂરનો પણ ભાગ નહોતો. કપિલ અને ચંદનની મિત્રતા વર્ષો જૂની છે અને તેમની વચ્ચે સંબંધો પણ ગાઢ છે.
ઉલ્લેખનીય છે કે, ચંદન પ્રભાકરે ૨૦૦૭માં કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ના કન્ટેસ્ટન્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તે રનર-અપ બન્યો હતો. તે ખાસ્સા સમયથી ‘ધ કપિલ શર્મા શો’નો ભાગ છે.
ધ કપિલ શર્મા શો’ની ત્રીજી સીઝન ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ શોમાં કપિલ શર્મા ઉપરાંત અર્ચના પૂરણ સિંહ, સિદ્ધાર્થ સાગર, કીકૂ શારદા, સૃષ્ટિ રોડે, સુમોના ચક્રવર્તી જેવા કલાકરો છે. શોના સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ અક્ષય કુમાર કરી ચૂક્યો છે. ચેનલ દ્વારા શોનો પ્રોમો પણ બહાર પાડી દેવામાં આવ્યો છે.ss1