35 હીટાચી મશીન- 15 JCB સહિતની મશીનરીથી ચંડોળામાં 8500 દબાણો પહેલા દિવસે હટાવાયા

કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.
અમદાવાદ, મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખાતા અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં અગાઉ પ્રથમ તબક્કામાં ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવ્યા હતા અને ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટૂંક સમયમાં બીજા તબક્કાનો પ્રારંભ થશે તેવું જણાવ્યું હતું.
છેલ્લા ર૪ કલાકથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સશસ્ત્ર બંદોબસ્ત વચ્ચે ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો તોડવા માટેનો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગઈકાલે આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોમાં રહેનાર લોકોને મકાનો ખાલી કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. બુલડોઝરો સાથે શરૂ કરાયેલી આ કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી. અંદાજે ૮૦૦૦ જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
કોર્પોરેશને શરૂ કરેલી આ કાર્યવાહીની પૂર્વ રાત્રીએ ચંડોળા તળાવ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાનો માલ-સામાન વાહનોમાં ભરી ભરીને અન્ય સ્થળે જતા જોવા મળતા હતા. પ્રથમ તબક્કાના ડિમોલિશનમાં બાંગ્લાદેશીઓ પણ ઝડપાયા હતા. જો કે, આજે આ અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
મ્યુનિ. કોર્પોરેશને આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે બંદોબસ્ત માંગ્યો હતો
અને આજે બંદોબસ્ત ફાળવી દેવામાં આવતા એસઆરપી જવાનોની ટુકડીઓ સાથે આ કામગીરી શરૂ કરાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ ઉપર હાજર હતા. ગેરકાયદેસર બાંધકામો તોડવા દરમિયાન પોલીસ બંદોબસ્તના કારણે શાંતિ જળવાઈ હતી. આજે મોટી સંખ્યામાં તોડી પાડવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો બાદ હવે તેનો કાટમાળ ખસેડવાની કામગીરી એક અઠવાડિયા સુધી ચાલવાની છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દક્ષિણઝોન ખાતે ચંડોળા તળાવની હદ માં આવેલા કાચા/પાકા દબાણો આજ તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દુર કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ. એસ્ટેટ વિભાગના ૦૭(સાત) ઝોનની કુલ-૫૦(પચાસ) ટીમો બનાવેલ. જેમા ૩૫૦ જેટલા અધિકારી/કર્મચારીઓએ અન્ય વિભાગોની મદદ થી સવારે ૦૭ઃ૦૦ કલાકે થી દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ.
સદરહું તળાવમાં આવેલ દબાણ સાત અલગ અલગ બ્લોકમાં વિભાજીત કરીને ૩૫ હીટાચી મશીન, ૧૫ જે.સી.બી મશીન સહિતની મશીનરીની મદદથી આશરે ૮૫૦૦ જેટલા કાચા/પાકા દબાણો દુર કરવાની કામગીરી સાંજના ૫ઃ૦૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવેલ. આ દબાણો દુર થવાથી આશરે ૨.૫૦ લાખ ચો.મી જેટલી તળાવની જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે.
આગામી દિવસોમાં સદરહું તળાવની જગ્યામાંથી ડેબ્રિઝ/કાટમાળ દુર કરવાનું, તળાવને ઉડુ ઉતારવાની તેમજ તળાવને ફરતે ગ્રીલ/રેલીંગ કરવામાં આવશે. અને ત્યારબાદ તળાવના વિકાસની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે.
અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરુ થયો છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.
અસરગ્રસ્તોને ખસેડવા માટે છસ્્જીની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશે, તે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.
‘ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, જીઇઁની ૨૫ કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત કરાયા હતા. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે. નોંધનીય છે કે ચંડોળા તળાવની આસપાસ રહેતાં ૨૦૦થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે.