ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસનો માલિક છે આ લલ્લા બિહારી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, રાજસ્થાનથી લલ્લા બિહારીની ધરપકડ-ચંડોળામાં ઝૂંપડા ખાલી નહીં કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ચંડોળા તળાવમાં હાથ ધરાયેલી ‘ડીમોલીશન ડ્રાઈવ’ અચાનક ગુરૂવારથી આટોપી લેવામાં આવી હતી. પરંતુ હવે તેને ફરી શરૂ કરવામાં આવશે અને દબાણો હટાવવાનું અભિયાન ચાલુ રહેશે. ચંડોળામાં અત્યાર સુધીમાં ચાર હજાર કાચા પાકા ઝૂંપડા તોડી નાંખવામાં આવ્યાં છે.
એએમસીના એસ્ટેટ વિભાગે ગેરકાયદે વસેલા બાંગ્લાદેશીઓના મકાનો તોડી પાડ્યા છે. હવે આગામી કામગીરીમાં પોલીસ અને મહાનગર પાલિકા સાથે મળીને કામગીરી કરશે. લોકોને સ્વૈÂચ્છક ઝૂંપડા ખાલી કરવા માટે કહેવાશે. જે લોકો ઝુંપડું ખાલી નહીં કરે તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવશે.
પ્રિ-કાસ્ટ વોલ બનાવવા કામગીરી શરૂ કરાઈ ચંડોળામાં ગુરૂવારથી રોકી દેવાયેલી દબાણો તોડવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે. પોલીસ અને મહાનગર પાલિકા સાથે મળીને દબાણો તોડવાની ઝૂંબેશ હાથ ધરશે. અત્યાર સુધીમાં અહીં ચારેક હજાર જેટલા ઝૂંપડા તોડી નાંખવામાં આવ્યાં છે. અહીં બે તળાવો છે જેમા નાનું અને મોટુ તળાવ એક કરી દેવાશે.અહીં ફરીવાર દબાણ ના થાય તે માટે કામગીરી કરાશે.
હાલમાં અહીં પ્રિ-કાસ્ટ વોલ બનાવવા કામગીરી શરૂ કરાઈ છે. ચંડોળામાં હવે ભારતીયોના દબાણ હટાવવામાં આવશે. હવે અહીં કેટલા ગેરકાયદે બાંધકામો છે તેના માટે સરવે કરવામાં આવશે.આગામી સમયમાં પોલીસ અને મનપા સાથે મળીને કામ કરશે.
બીજી તરફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલ સવાલોના જવાબો આપવાથી ભાગ્યા હતાં. બાંધકામ અને નવા ડિમોલિશનની કામગીરી અંગે સવાલો પુછતાં તેમણે ચાલતી પકડી હતી. અહીં જે લોકોના ઝૂંપડા છે તે લોકો સ્વૈÂચ્છક રીતે ખાલી નહીં કરે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવશે. અચાનક રોકાયેલી ડ્રાઈવ ટુંક સમયમાં ફરીથી શરૂ કરવામાં આવશે.
Ahmedabad Chandola Lake: અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધવામાં આવેલા બાંધકામ તોડવાની ઝૂંબેશ ઉપર મ્યુનિસિપલ તંત્ર દ્વારા રાતોરાત આટોપી લેવામાં આવી હતી. ગુરુવારે ગની પથ્થરવાલા દ્વારા મિલ્લતનગર વિસ્તારમાં બનાવાયેલી 10 ઓરડી અને એક ગોડાઉન તંત્ર દ્વારા તોડી પાડી એક હજાર ચોરસમીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી.
બે દિવસમાં ચંડોળા તળાવની 1.5 લાખ ચોરસમીટર જગ્યામાં બાંધવામાં આવેલા લલ્લા બિહારીના બાંધકામ સહિત અન્ય બાંધકામ દૂર કરાયા હતા.