આંધ્રના ચંદ્રાબાબુ સૌથી ધનિક, મમતા સૌથી ગરીબ મુખ્યમંત્રી
નવી દિલ્હી, દેશના સૌથી ધનિક મુખ્યમંત્રીઓની યાદીમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ જ્યારે સૌથી ગરીબ મુખ્યમંત્રીઓની યાદીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ટોચ પર છે.
ચંદ્રાબાબુ નાયડુની કુલ સંપત્તિ આશરે રૂ.૯૩૧ કરોડ જેટલી છે જ્યારે મમતા બેનરજી પાસે માત્ર રૂ.૧૫ લાખની સંપત્તિ છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા જારી કરાયેલાં અહેવાલમાં જણાવ્યાં અનુસાર, દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓની સરેરાશ સંપત્તિ રૂ.૫૨.૫૯ કરોડ છે. દેશના કુલ ૩૧ મુખ્યમંત્રીઓમાંથી માત્ર બે જ મહિલા છે.
દેશના ૧૩ મુખ્યમંત્રીઓ (૪૨ ટકા) એ તેમની વિરુદ્ધ થયેલાં ફોજદારી ગુનાઓની વિગતો જાહેર કરી છે. જ્યારે ૧૦ મુખ્યમંત્રીઓ(૩૨ ટકા)એ તેમની વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, અપહરણ, લાંચ, ધમકી સહિતના મામલે દાખલ ગંભીર ફોજદારી ગુનાઓની વિગતો જાહેર કરી છે તેમ અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલ અનુસાર, ૨૦૨૩-૨૪માં ભારતની માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક અંદાજે રૂ.૧,૮૫,૮૫૪ રહેવા પામી હતી. જ્યારે મુખ્યમંત્રીની સરેરાશ વ્યક્તિગત આવક રૂ.૧૩,૬૪,૩૧૦ રહેવા પામી હતી. જે સરેરાશ માથાદીઠ રાષ્ટ્રીય આવક કરાતં ૭.૩ ગણી વધારે છે.
દેશના ૩૧ મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિનું કૂલ મૂલ્ય રૂ.૧,૬૩૦ કરોડ છે. સૌથી ધનિક મુખ્યમંત્રીઓમાં બીજા ક્રમે અરૂણાચલ પ્રદેશના પ્રેમા ખાંડુ છે. જેમની કુલ સંપત્તિ રૂ.૩૩૨ કરોડ છે. આ યાદીમાં શ્૫૧ કરોડની સંપત્તિ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયા ત્રીજા ક્રમે છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ રૂ.૫૫ લાખની સંપત્તિ સાથે ગરીબ મુખ્યમંત્રીઓની યાદીમાં બીજા ક્રમે છે.SS1MS