રાજ્યના વાતાવરણમાં પલટોઃ અનેક સ્થળે માવઠાંથી ખેડૂતો ચિંતિત
તા.૧૯મી માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી-સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતા
અમદાવાદ, ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની અસર જાેવા મળી રહી છે જેના પરિણામે ભરઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગુજરાતમાં ફરી એકવખત માવઠું થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયાં છે.
રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ગઈકાલ મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવતાં આકાશ વાદળછાયુ બની ગયું છે. ચિંતાજનક બાબત એ છે કે, રાજ્યમાં હજુ પણ ૪ દિવસ સુધી અનેક સ્થળે માવઠું થવાની આગાહી છે આજે સવારથી જ રાજ્યનાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે.
રાજ્યભરમાં માવઠાંના કારણે કેસર કેરીનો પાક પૂરતા પ્રમાણમાં નહીં થાય તેવી સંપૂર્ણ શક્યતાથી આ વર્ષે કેસર કેરીની અછત જાેવા મળશે. Change in the environment of the state: Farmers are worried about droughts in many places
રાજ્યમાં માવઠાંની સાથે સાથે તોફાની પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદ પડશે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે. હાલ સમગ્ર રાજ્યમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે.
Observed Lightning Intensity and INSAT 3D derived Cloud condition pic.twitter.com/t2kytdWyTZ
— India Meteorological Department (@Indiametdept) March 15, 2023
અનેક સ્થળો ઉપર સાઈક્લોનિક સક્ર્યુલેશનનાં કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી બે દિવસ અમદાવાદ સહિત અનેક સ્થળોએ વિજળીના કડાકાં સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી ૨૪ કલાકમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગનાં વિસ્તારોમાં ગરમી ઘટવાની સાથે કમોસમી વરસાદ પડશે અને તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આજે રાજ્યનાં અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી સહિતનાં જિલ્લાઓમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ તો કેટલાક સ્થળે હળવાં ઝાપટાં પડ્યાં છે. માવઠાંના કારણે ઉનાળુ પાક ઉપર તેની ગંભીર અસર જાેવા મળશે. જેના પરિણામે ખાદ્ય પદાર્થાેનાં ભાવ પણ વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૫ દિવસ સુધી આવું જ વાતાવરણ જાેવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તેમજ રાજ્યમાં ૩૦થી ૪૦ કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.
કમોસમી વરસાદની આગાહી વચ્ચે સાંજના સમયે ભાવનગરમાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને કેટલાક વિસ્તારમાં લાઇટ પણ જતી રહી હતી. ભાવનગર શહેરમાં સાંજથી જ કાળા ડિંબાગ વાદળો ચઢી આવ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો
૧૬ માર્ચે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, અને કચ્છમાં વીજળીના કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ વરસવાની શકયતા છે.
આ ઉપરાંત તા. ૧૭ માર્ચે સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, ડાંગ, નર્મદા, નવસારી, અમદાવાદ, છોટાઉદેપુર, જૂનાગઢ, અને અરવલ્લીમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે. ૧૮ માર્ચે તાપી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, ડાંગ, નવસારી અને દમણમાં કમોસમી વરસાદની સંભાવના છે.
જેની રાજ્યના ૭ જિલ્લામાં ૧૯ માર્ચ સવારે સાડા આઠ વાગ્યા સુધી માવઠાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં પણ આજે સવારથી આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન મોડી સાંજે વાતાવરણમાં આવેલા અચાનક પલટાની વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો.