વાતાવરણમાં પલટો, વહેલી સવારે રાજ્યમાં વરસ્યો વરસાદ
વલસાડ, વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારે ઉંમરગામ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી હતી.
બદલાયેલા વાતાવરણથી ઠંડીના ચમકારો પણ વધારો થયો છે. કમોસમી વરસાદીથી ખેતીના પાકને નુકસાનની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૨૪ કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ૧૦ જાન્યુઆરીથી વાતાવરણ ફરીથી સૂકું રહે તેવી આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતમાં પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. તેમણે સોમવારે બપોરે આગાહી કરતા જણાવ્યુ છે કે, ૯મી તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, મંગળવારે છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની શક્યતા છે.
આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં હળવો વરસાદ થશે. આ સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે. રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્રણ દિવસ બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે.
જેનાથી ગરમી વધશે અને ઠંડી ઘટશે. આવતી કાલથી વાતાવરણ સૂકું રહેશે તેમ પણ જણાવ્યુ છે. બીજી બાજુ, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ૭ શહેરમાં ૧૫ ડિગ્રીથી નીચે પારો જોવા મળ્યો છે. ૯ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર બન્યું છે. ભુજ, કંડલા અને ડીસામાં ૧૨ ડિગ્રી તાપમાન, રાજકોટમાં ૧૩ ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં ૧૫, અમદાવાદમાં ૧૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.SS1MS