સમંતા સાથે ડિવોર્સ બાદ વ્યક્તિ તરીકે બદલાયો છું: નાગા ચૈતન્ય
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/Samantha.jpg)
મુંબઈ, સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય ગત વર્ષે ૨ ઓક્ટોબરના રોજ પત્ની સમંતા રૂથ પ્રભુથી અલગ થયો ત્યારથી ખૂબ ચર્ચામાં રહે છે. ચાર વર્ષના સુખી લગ્નજીવન બાદ સમંતા અને નાગા ચૈતન્યના રસ્તા અલગ થયા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં નાગા ચૈતન્યએ જણાવ્યું છે કે, મહામારી અને ડિવોર્સ બાદ તેની જિંદગીમાં કેવું પરિવર્તન આવ્યું છે. એક્ટરે જણાવ્યું છે કે, વ્યક્તિ તરીકે તે ખૂબ બદલાયો છે.
નાગા ચૈતન્યના જણાવ્યા અનુસાર, અગાઉ તે ખુલીને વાત નહોતો કરતો પરંતુ હવે તે તેમ કરી રહ્યો છે. તેને લાગે છે કે, તે હવે પોતાના પરિવાર અને મિત્રોની વધુ નજીક આવી શક્યો છે. નાગા ચૈતન્યને એ વાતનો આનંદ છે કે, તે એક નવો જ વ્યક્તિ બની રહ્યો છે.
જણાવી દઈએ કે, નાગા ચૈતન્ય અને સમંતા રૂથ પ્રભુએ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. કપલે પરિવારજનો અને મિત્રોની હાજરીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. દરમિયાન, વર્કફ્રંટની વાત કરીએ તો, નાગા ચૈતન્ય આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે. આ ફિલ્મ હોલિવુડ મૂવી ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ હિન્દી રિમેક છે.
ફિલ્મમાં મોના સિંહ પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રિલીઝ થઈ રહી છે. આ સિવાય નાગા ચૈતન્ય ફિલ્મ NC 22’માં જાેવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૨માં રિલીઝ થશે તેવી ચર્ચા છે.SS1MS