ટાયર બદલવું વેપારીને ભારે પડ્યું, 3 લાખ ભરેલી બેગની ઉઠાંતરી
વડાલી, ઈડરના વિજયનગર ત્રણ રસ્તા નજીક વેપારી ગાડીનું ટાયર બદલવા ઉતર્યા ત્યારે આ તકનો લાભ લઈ ગઠિયા ત્રણ લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયા હતા.
ઈડરના ભિલોડા ત્રણ રસ્તા નજીક એમ.આર.ઓટી કન્સલ્ટ નામની ટ્રેકટર લે-વેચ કરનાર વેપારીની દુકાન આવેલ છે ત્યારે વેપારીના જણાવ્યા મુજબ ઈડરના એમ.આર.ઓટો કન્સલ્ટના વેપારી સંજયભાઈએ ખેડબ્રહ્માના દામાવાસ કંપા ખાતે જૂનું ટ્રેકટર આપેલું હતું જેનું પેમેન્ટ આપવા ખેડૂત પ્રતિકભાઈ દ્વારા વેપારીને ખેડબ્રહ્મા બોલાવ્યો હતો
ત્યારબાદ વડાલીમાં આવેલા એસ્સાર પંપ ખાતે આવી રૂ.૩ લાખ રોકડા આપ્યા હતા જે રૂપિયા બેગમાં મુકી વેપારી અને દુકાનમાં કામ કરનારા યુવક બંને ગાડી નં.ડીસી-૩સી-બીએ-૩૦પ૮ લઈ ઈડર આવી રહ્યા હતા તે વખતે વિજયનગર ત્રણ રસ્તા નાસ્તો કરવા ગાડી ઉભી રાખી હતી
અને નાસ્તો કર્યા બાદ ત્યાંથી ગાડી લઈ વેપારી અને બંને ઈડર તરફ આવી રહયા હતા જાેકે અચાનક રસ્તામાં ગાડીનું પંચર થતાં તેમનો માણસ ગાડીનું પંચર કાઢવા નીચે ઉતર્યો હતો ત્યારે તેની મદદ કરવા ડેકીમાંથી ટાયર કાઢી આપવા વેપારી તેમની પાસે રહેલી રૂપિયા ભરેલી બેગ ગાડીની ડ્રાઈવરની સીટની બાજુમાં સીટ પર મુકી ગાડીમાંથી નીચે ઉતર્યા હતા.
ગાડીમાં આવી જાેતા રોકડા રૂપિયા ભરેલી બેગ જાેવા મળી નહોતી. આજુબાજુ તપાસ કરવા છતાં ન મળતા ટ્રેકટરની લે-વેચ કરનાર વેપારી દ્વારા ઈડર પોલીસને જાણ કરવામાં આવી હતી આ મામલે ઈડર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.