અયોધ્યાના રામ મંદિરની ચરણ પાદુકા સોમનાથ લવાઇ
સોમનાથ, અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં ભગવાનને સોનાની ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે. આ ચરણ પાદુકા એક કિલો સોનુ અને ૭ કિલો ચાંદી માંથી તૈયાર થઈ છે.
આ ચરણ પાદુકા દેશ ભરના મહત્વના મંદિરોમાં લોકોના દર્શનાર્થે રાખવામાં આવી રહી છે. આગામી ૧૯ જાન્યુઆરીએ અયોધ્યા શ્રીરામ મંદિર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવશે. ત્યારે તે પહેલાં આ પાદુકાજી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવી પહોંચી હતી.
જેમનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. આગામી ૨૨-જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ સમયે ભગવાન શ્રીરામની સોના અને ચાંદી વડે બનેલી ચરણ પાદુકાજી મંગળવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ ખાતે લાવવામાં આવી હતી.
સોમનાથ મંદિર ખાતે ભગવાન શ્રીરામની ચરણ પાદુકાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. તો સોમનાથ સ્થિત રામ મંદિર ખાતે પણ આ ચરણ પાદુકાની પૂજા વિધિ કરવામાં આવી હતી. આ ચરણ પાદુકાને હૈદરાબાદ સ્થિત ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવેલી છે.
શાસ્ત્રીજી દ્વારા આ ચરણ પાદુકાને હાથમાં લઈને શ્રીરામ જન્મભૂમિ પરિસરની ૪૧ વખત પરિક્રમા પણ કરી ચુક્યા છે. સોમનાથથી આ ચરણ પાદુકા બદ્રીનાથ ખાતે જશે. આ પાદુકા ૧ કિલો સોના અને ૮ કિલો ચાંદી વડે બનેલી ભગવાન શ્રીરામની ચરણ પાદુકા દર્શન અને પૂજન કરી સોમનાથ ટ્રસ્ટ અને ભક્તો ધન્ય બન્યા હતા.
ત્યારે ૧૯મી ડિસેમ્બર મંગળવારના રોજ સોમનાથ જ્યોતિર્લિંગ ધામમાં આ પાદુકા લાવવામાં આવેલ જેનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સ્થાનિય ભૂદેવો અને પધારેલ ભક્તો દ્વારા પુષ્પ વર્ષા અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ પ્રભુ શ્રીરામ માટે બનેલ આ પાદુકાને વિરાજમાન કરીને સોમનાથ મંદિરના પૂજારી દ્વારા વિધિ વિધાનથી તેનું પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામની સોના અને ચાંદી વડે બનેલી ચરણ પાદુકાજી મંગળવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ ખાતે લાવવામાં આવી હતી. SS1SS