જાહેરમાં ગંદકી મુદ્દે ચારભુજા સેન્ડવીચ સ્ટોલ સીલ કરાયો
અમદાવાદ, મ્યુનિ. મધ્યઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શાહીબાગમાં આવેલી ચારભુજા સેન્ડવીચની દુકાન સીલ કરી છે. તપાસ હાથ ધરાતાં દુકાનની બહાર ભારે ગંદકી જાેવા મળી હતી તેમજ લોકોએ સેન્ડવીચ ખાઈ કાગળો ડસ્ટબીનને બદલે રોડ પર ફેકયા હતા.
જે બાબત ધ્યાને લઈ મ્યુનિ.એ. આ દુકાન સીલ કરી હતી. આ ઉપરાંત ખાડીયા વોર્ડમાં વિવિધ સ્થળે જેમ કે એસટી બસસ્ટેન્ડ ભુતની આંબલી, કાપડીવાડ સહીતના વિસ્તારમાં જાહેરમાર્ગો પર ગંદકી ફેલાવનાર પ૮ એકમોને મ્યુનિ. દ્વારા નોટીસ આપવાની આવી છે. જયારે તેમની પાસેથી રૂા.૧ર૬૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.