EV ગાડીને ચાર્જ કરવામાં લાગતો સમય માલીકો માટે સૌથી મોટી સમસ્યા !
પ૦૦ ઈલેકટ્રીક ગાડી માલીકોના સર્વેમાં રસપ્રદ પરિણામ સામે આવ્યા
(એજન્સી)નવીદિલ્હી, એક જનરલ ઈન્યોરન્સ કંપનીના રીપોર્ટ મુજબ ૭૭ ભારતીય પર્યાવરણને સ્વચ્છ રાખવા અને ઓછું પ્રદુષણ ફેલાય તે માટે ઈલેકટ્રીક વાહનો ઈવી ખરીદી રહયા છે. પરંતુ ઈલેકટ્રીક વાહન ચલાવનારા લોકો માટે સૌથી મોટી ચિંતા આ વાહનોને ચાર્જ કરવામાં લાગતો સમય છે. રિપોર્ટમાં જણાવાયું છે. કે ઈલેકટ્રીક વાહનોની વધી રહેલી લોકપ્રીયતા કઈ રહી છે.
વાહનોના વીમાની સમગ્ર સીસ્ટમને બદલી રહી છે. રીપોર્ટમાં ભારતના મોટા શહેરોમાં રહેતા પ૦૦ કરતા વધારે ઈલેકટ્રીક વાહનોના માલીકોના સર્વે કરાયો હતો. આ સર્વેથી જાણવા મળ્યું હતું કે લોકો શા માટે પોતાની ગાડીઓ બદલવાનું વિચારી રહયા છે. અને ગાડીઓના વીમામાં શું નવું થઈ રહયું છે. ઈલેકટ્રીક ગાડીઓ પર્યાવરણને સ્વચ્છ રાખવા એન ઈધણના ખર્ચને ઓછો કરવાનો કારણે લોકપ્રીય થઈ રહી છે.
રીપોર્ટ અનુસાર ૭૭ ટકા ગાડી માલીકો જણાવ્યું હતું કે ઓછું પ્રદુષણ ફેલાય તે બાબત તેમના માટે ઈલેકટ્રીકી ગાડી ખરીદવાનું સૌથી મોટું કારણ છે. ખાસ કરીને આ વલણ યુવા ડ્રાઈવરોમાં જોવા મળ્યું હતું. સાથે જ ૭૩ ટકા લોકોએ જણાયું હતું કે પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ ઘટાડવા માટે તેમણે ઈલેકટ્રીક ગાડી ખરીદી હતી.
હજુ પણ કેટલીક સમસ્યા -ઈલેકટ્રીક ગાડીઓને સંપૂર્ણપણે અપનાવવામાં હજુ પણ કેટલીક સમસ્યાઓ છે. ૬૧ ટકા ગાડી માલીકોનેસૌથી વધારે ચિંતા ગાડીને ચાર્જ કરવા લાગતા સમયની છે. અડધા કરતા વધારે લોકોને પ૩ ટકાનો આ ચિંતા છે કે ગાડી એકવાર ચાર્જ કરવા પર કેટલા કિલોમીટર દુર જઈ શકે છે. તેવી જ રીતે પર ટકા લોકોને લાગે છે કે હજુ ચાર્જીગ સ્ટેશનોની સંખ્યા ઓછી છે.
અલગ વીમાની જરૂર રીપોર્ટ અનુસાર મોટાભાગના લોકો ૯૧ ટકાને ખબર છે. કે ઈલેકટ્રીક ગાડીઓ માટે અલગ વીમા હોય છે. જયારે લોકો વીમો પસંદ કરે છે. ત્યારે તેમના ધ્યાનમાં મુખ્યત્વે બે બાબત હોય છે. પહેલો વીમો કેટલો મોઘો છે. અને બીજી બાબત કલેમ કેટલી સરળતાથી મળી જાય છે.