શેરબજારની ટીપ્સ આપતાં વોટ્સએપ ગ્રુપમાં જોડાતા પહેલાં ચેતી જજો
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે શેર ટ્રેડિંગ સાયબર ફ્રોડમાં 1.97 કરોડ ગુમાવ્યા-સાયબર ગઠીયાઓ સિનીયર સીટીઝનને ટેકનોલોજીના માધ્યમથી છેતરવાનું કામ કરી રહ્યા છે.
અમદાવાદ, શેરબજારમાં છેતરપિંડી વારંવાર સાંભળવા મળે છે. છેલ્લા એક સપ્તાહમાં બે અલગ-અલગ ઘટનાઓ જાવા મળી છે. આ છેતરપિંડીથી ૩ કરોડથી વધુનું નુકસાન થયું છે. એવું નથી કે આવી ઘટનાઓ કોઈ ખાસ લોકો સાથે કે અમુક શહેરોમાં જાવા મળી રહી છે. પણ આવી ઘટનાઓ સમગ્ર ભારતમાં છેતરપિંડીના કિસ્સાઓ જાવા મળી રહ્યા છે. Chartered accountant loses 1.97 crore in share trading cyber fraud
હવે સાયબર છેતરપિંડીઓએ શેરબજારમાં પણ છેતરપિંડી કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. નાણા બમણા કરવા જેવા મામલાઓ સાથે સંકળાયેલા કૌભાંડો સતત વધી રહ્યા છે. જેના કારણે પગારમાંથી બચેલા પૈસા પળવારમાં ખોવાઈ જાય છે. આવી સ્થિતિમાં તમે કેવી રીતે ઓળખી શકો કે કોઈ છેતરપિંડી કરનારા તમને છેતરવાનો પ્રયાસ કરી રહ્યો છે?
શું તમારી જાતને અને તમારી બચતને આ કૌભાંડોથી બચાવવાનો કોઈ રસ્તો છે? જા તમે તમારી જાતને આ કૌભાંડોથી બચાવવા માંગતા હો તો તમારે શેરબજારમાં આવી છેતરપિંડીની પદ્ધતિઓ સમજવી જાઈએ.
અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે વાસણા રહે છે તેણે શેર ટ્રેડિંગ સાયબર ફ્રોડમાં રૂપિયા ૧.૯૭ કરોડ ગુમાવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી એફઆઈઆરમાં મધુકાંત પટેલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં તેને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો ત્યારે તેની શરૂઆત થઈ હતી. મોકલનારા વ્યક્તિએ પોતાની ઓળખ સુનિલ સિંઘાનિયા તરીકે આપી હતી.
તેણે દાવો કર્યો હતો કે તે કરણવીર ધિલ્લોન નામના સ્ટોક માર્કેટ એક્સપર્ટ સાથે કામ કરતો હતો. સિંઘાનિયાએ તેને સ્ટોક વેનગાર્ડ ૧૫૦ નામના વોટ્સએપ ગ્રુપનો ભાગ બનવા કહ્યું. તે વોટ્સએપ ગ્રુપમાં સિંઘાનિયા અને ધિલ્લોને શેરબજારમાં રોકાણની વિવિધ પદ્ધતિઓ સમજાવવાનું શરૂ કર્યું. વોટ્સએપ ગ્રુપમાં બીજા ઘણા લોકો હતા. જે બાદ વાસણાને અન્ય વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવી હતી.
સિંઘાનિયા અને ધિલ્લોન રોકાણની માહિતી આપતા હતા. કેટલીકવાર તેઓ વોટ્સએપ પર વીડિયો કોલ દ્વારા પણ વાત કરતા હતા. એક મહિનાની અંદર વોટ્સએપ ગ્રુપમાં કેટલાક લોકોએ સિંઘાનિયા અને ધિલ્લોનની સલાહના આધારે શેરબજારમાં થયેલા ફાયદા વિશે પોસ્ટ કરવાનું શરૂ કર્યું. તે દાવાઓને સાચા માનીને મધુકાંત પટેલે તેના પૈસા શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. તેમને એક વેબસાઈટ પર લોગઈન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી તેણે ૧.૯૭ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.
An 88-year-old CA lost Rs 1.97 crore in a stock market scam: How was he duped? An 88-year-old retired chartered accountant from Vasana, Ahmedabad, reportedly lost Rs 1.97 crore in an alleged stock trading cyber fraud, according to the police.