ચારુ અસોપા અને રાજીવ સેને કરી ગણેશ ચતુર્થીની ઉજવણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/asopa-rajeev-sen.jpg)
છૂટાછેડાની અટકળો વચ્ચે સાથે ઉજવી ગણેશ ચતુર્થી
સોશિયલ મીડિયા પર તેમની તસવીરો જાેઈને કહી ના શકાય કે આ દંપતી વચ્ચે કંઈક મતભેદ ચાલી રહ્યા હશે
મુંબઈ,બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ અસોપા વચ્ચે પાછલા થોડાક સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. ચારુ અને રાજીવના લગ્નજીવનમાં આ પહેલા પણ ઘણી વાર સમસ્યાઓ ઉભી થઈ હતી. તેમણે સમાધાન કરીને નવી શરુઆત કરી હતી, પરંતુ હવે ફરી એકવાર તેમની વચ્ચે મતભેદ ઉભા થયા હોવાની જાણકારી સામે આવી હતી.
ચારુ પોતાની યૂટ્યુબ ચેનલ પર વ્લોગ શેર કરીને મનની વાત કરતી હોય છે. રાજીવ સેને પણ ચારુ પર ગંભીર આરોપ મૂક્યા હતા. આ તમામ મતભેદો વચ્ચે ચારુ અને રાજીવે ગણેશ ચતુર્થીની ઉજવણી એકસાથે કરી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી હતી. ચારુ અસોપાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પતિ રાજીવ સેન અને દીકરી ઝિયાના સાથેની તસવીરો શેર કરી છે.
View this post on Instagram
તસવીરોમાં જાેઈ શકાય છે કે, બન્ને સજીધજીને ગણપતિની પૂજા કરી રહ્યા છે અને સાથે તેમની દીકરી પર પ્રેમ પણ વરસાવી રહ્યા છે. રાજીવ સેને પણ ઈન્સ્ટાગ્રામ પર પત્ની ચારુ અને દીકરી ઝિયાના સાથેની તસવીરો શેર કરી છે. તેમણે ફેન્સને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી છે. સાથે જ #senfamily પણ લખ્યું છે. આ તસવીરો જાેઈને તેના ફેન્સ તો ખુશ થઈ ગયા છે.
તેઓ લખી રહ્યા છે કે, આખરે આ બન્નેને સાથે જાેઈને તેમને ઘણી ખુશી થઈ છે. એક યુઝરે લખ્યું કે, બાપ્પાની કૃપાથી તમે બન્ને હંમેશા એકસાથે રહો. પણ અમુક લોકોએ આ તસવીરો જાેઈને કપલને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે. એક યુઝરે લખ્યું કે, આ શું ડ્રામા છે, કંઈ સમજ નથી પડતી. એક યુઝરે લખ્યું કે, લાગી રહ્યું છે કે અમને પાગલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે ચારુ અસોપાએ થોડા દિવસ પહેલા યૂટ્યુબ ચેનલ પર એક વ્લોગ શેર કર્યો હતો. તેમાં તેણે કહ્યુ હતું કે, તે એકલી જ દીકરીનું ધ્યાન રાખી રહી છે. પતિ રાજીવ સેન સાથે છૂટાછેડા લેવાનો ર્નિણય તેમણે સમજી વિચારીને રાખ્યો હતો. જ્યારે તેમના લગ્ન થયા હતા ત્યારે તેઓ ઘણાં ખુશ હતા, પણ હવે તેઓ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે જેનું કારણ પણ મોટું છે.ss1