Western Times News

Gujarati News

ચારુએ માત્ર પતિ નહીં મમ્મી સાથેના પણ કાપી નાખ્યા છે સંબંધો

મુંબઈ, એક કરતાં વધુ કારણથી ચારુ અસોપાનું અંગત જીવન સમાચારમાં છે. ‘મેરે અંગને મેં’ ફેમ એક્ટ્રેસે તેના પતિ રાજીવ સેન સાથે ડિવોર્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, બીજી તરફ તેણે દેખિતી રીતે તેના માતા નીલમ સાથેના સંબંધો પણ કાપી નાખ્યા છે.

માત્ર ચારુ જ નહીં પરંતુ તેનો ભાઈ ચેતન અને તેની પત્ની મોનિકાને પણ તેમના માતા સાથે વાતચીત કરવાના સંબંધો નથી. તેમના પર આડકતરો ઈશારો કરતાં, નીલમે દીકરી ચિંતન અસોપાના વ્લોગ વીડિયોમાં મોર્ડન રિલેશનશિપ વિશે વાત કરી હતી. જેમાં તેમણે લગ્ન બાદ કેવી રીતે આજની યુવા પેઢી તેમના માતાપિતાથી અંતર જાળવી લે છે તેનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે તેમને નજીકના સંબંધો ક્યારેય ન તોડવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘જાે પતિ-પત્નીના સંબંધો સારા છે, તો તેનો એ અર્થ નથી કે તમે જીવનમાં સફળ છો. તમામ સંબંધો જરૂરી હોય છે. મેં આજની પેઢીને જાેઈ છે. તેઓ જાે પતિ-પત્નીના સંબંધો નિભાવી લે તો તેમને લાગે છે કે, તેઓ જીવનમાં બધું સારી રીતે મેનેજ કરી શકે છે. લગ્ન બાદ દીકરો પરિવારથી અંતર જાળવી લે છે.

તે પત્નીમાં જ મા, દીકરી અથવા બીજા સંબંધો શોધવા લાગે છે અને બાકીના સંબંધો તોડી નાખે છે. તેમણે ઉમેર્યું હતું કે ‘તમામ સંબંધોના અલગ મૂલ્યો હોય છે.

જાે તમે જીવનમાં માત્ર એક જ સંબંધને સંભાળી રહ્યા છો તો તે તમારી નિષ્ફળતા છે. પતિ-પત્ની સાથે હસતા જાેઈને લોકોને લાગે છે કે, તેમના જીવનમાં પોઝિટિવિટી ભરી છે. પરંતુ તે જરૂરી છે કે તમે અન્ય સાથે કેવા છો. તમે નવા માટે જૂના સંબંધોને તોડી શકો નહીં.

લગ્નના એક વર્ષ બાદ તે પરિવાર સાથે અંતર જાળવી લે છે’. દીકરા પર આડકતરી રીતે કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે ‘હવે રામ અને શ્રવણ જેવા દીકરા નથી રહ્યા. બાળકો હવે પોતાની જ ભલાઈ ઈચ્છે છે. લગ્ન બાદ માતા-પિતા બાળકોના દુશ્મન બની જાય છે.

જણાવી દઈએ કે, ચારુ અસોપાએ ૨૦૧૯માં ગોવામાં સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં દીકરીનો જન્મ થયો હતો. લગ્ન થયા ત્યારથી જ બંને વચ્ચે કંઈક ઠીક ચાલી રહ્યું નહોતું. જાે કે, આ વર્ષે અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં ચારુએ કહ્યું હતું કે, તેણે ડિવોર્સની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેની દીકરી ખરાબ વાતાવરણથી દૂર રહે તેમ તે ઈચ્છે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.