Western Times News

Gujarati News

પતિથી અલગ થયા બાદ દીકરી સાથે બીજા ઘરમાં રહે છે ચારુ

મુંબઈ, દીકરી ઝિયાના સાથે હાલમાં જ નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયેલી ચારુ અસોપાએ ફેન્સને તેના નવા ઘરની ટુર કરાવી હતી. લેટેસ્ટ વ્લોગમાં, તેવા લોકોને પણ સંબોધન કર્યું હતું, જેઓ તેના નવા ઘરમાં ખામી શોધવાનો પ્રયાસ કરશે. એક્ટ્રેસે કહ્યું હતું કે ‘હું ધીમે-ધીમે બધું લાવીશ અને હું નવી વસ્તુઓ ઉમેરતી રહીશ. Charu lives with his daughter in another house

તમારામાંથી ઘણા લોકો મને સોફા લઈ આવવા માટે કહેશે. અત્યારે મારી પાસે બધી જરૂરી વસ્તુઓ છે અને હું ધીમે-ધીમે કામ કરીશ, કમાણી કરીશ અને નવી વસ્તુઓ વસાવતી રહીશ. હું મારા નવા ઘરમાં ખુશ છું અને મને નથી લાગતું કે મારે અહીં નવી વસ્તુઓની જરૂર છે’. જણાવી દઈએ કે, આ ઘર એક્ટ્રેસ સિંગલ મધર હોવાથી તેને આ ઘર ભારે શોધખોળ બાદ મળ્યું છે. ઘરમાં મંદિર રાખવાની જગ્યા વિશે વાત કરતાં ચારુ અસોપાએ કહ્યું હતું કે ‘હું કેટલીક વસ્તુઓ બદલી શકું નહીં.

હું મંદિરને હોલમાં રાખી શકું નહીં. મારા માટે મંદિર એક પ્રાઈવેટ વસ્તુ છે અને મારું માનવું છે કે ભગવાનને હોલમાં રાખવા જાેઈએ નહીં. તેથી, મેં મંદિરને ઝિયાનાના રૂમમાં રાખ્યું છે કારણ કે મારા રૂમમાં જગ્યા નથી. જ્યારે મેં વાસ્તુ કરાવ્યું ત્યારે મને મંદિરને ઘરના ખૂણામાં રાખવાનું કહેવામાં આવ્યું હતું.

તેને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યું હતું કારણ કે તે પર્ફેક્ટ જગ્યા છે. ગત વખતે પણ તમે મને મંદિરને રસોડામાં ન રાખવા કહ્યું હતું, તેથી મેં તે વાતનું ધ્યાન રાખ્યું અને નવા ઘરમાં યોગ્ય જગ્યા શોધી. ચારુ અસોપાએ ઝિયાનાના કલરફુલ રૂમ તેમજ પોતાના બેડરૂમની પણ ઝલક દેખાડી હતી. એક્ટરે તેનું શૂઝ કલેક્શન દેખાડ્યું હતું.

ચારુ અસોપા તેના પતિ રાજીવ સેનથી અલગ રહેવા લાગી છે તેને ઘણા મહિના થઈ ગયા છે. બંનેએ ૨૦૧૯માં લગ્ન કર્યા હતા અને ૨૦૨૧માં ઝિયાનાનો જન્મ થયો હતો. બંનેએ ગત વર્ષે તેમના લગ્નજીવનને બીજી તક આપવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ તેમની વચ્ચે તે કામ કર્યું નહોતું અને બાદમાં કાયમ માટે અલગ થવાનું નક્કી કર્યું હતું. ચારુ અસોપા અને રાજીવ સેને જાન્યુઆરીમાં ડિવોર્સ ફાઈલ કર્યા હતા. જે બાદ કોર્ટ દ્વારા તેમને છ મહિનાનો કૂલિંગ-ઓફનો સમય આપવામાં આવ્યો હતો.

૮ જૂને અરજી પર અંતિમ સુનાવણી થવાની છે. રાજીવે તેના લેટેસ્ટ વ્લોગમાં ડિવોર્સ વિશેની અપડેટ આપતાં કહ્યું હતું કે ‘તમે જાણો છો કે ૮ જૂન નજીકાં છે અને તે દિવસે કોર્ટમાં બીજી અને અંતિમ સુનાવણી થશે. જ્યારે જીવનમાં કોઈ પણ વાત સામે લડવાનું હોય ત્યારે હું તેને પોઝિટિવ રીતે લઉ છું. જે કંઈ થશે, તે મારી દીકરી, ચારુ અને મારા માટે ઠીક જ હશે. ૮ જૂને જે થશે તે બાદ અમે આગળ વધીશું અને આપને પણ જણાવીશું. હું એટલું જ કહીશ કે જે કંઈ થાય છે તે સારા માટે થાય છે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.