ચારુએ મારી પાસેથી દીકરી છીનવી લીધી: રાજીવ સેન

મુંબઈ, ચારુ અસોપા અને રાજીવ સેન વચ્ચેનો વિવાદ વકરી રહ્યો છે. બંને અત્યારસુધીમાં એકબીજા પર ઘણા ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે. પોતાની You Tube ચેનલ પર થોડા દિવસ પહેલા એક વ્લોગ શેર કરીને એક્ટ્રેસે રાજીવ દીકરીનો ઉપયોગ કરી વધારે વ્યૂ મેળવવા માગતો હોવાનું કહ્યું હતું.
હવે, રાજીવે તેના પર આક્ષેપ લગાવ્યો છે કે, હકીકતમાં તો તે જ તેમની દીકરી ઝિયાનાનો ઉપયોગ કરી રહી છે અને દરેક વ્લોગમાં તેને દેખાડી રહી છે. આ સાથે જણાવ્યું હતું કે, ખૂબ જલ્દી બંને માર્ગ અલગ થઈ જશે. તેમના ડિવોર્સ પેપર તૈયાર છે તેઓ સહી કરે એટલી જ વાર છે. તારીખ પણ આવી ગઈ છે. તેઓ હવે વધારે સાથે નહીં હોય. પરંતુ દીકરી માટે હંમેશા તેઓ હાજર રહે તેવો પ્રયાસ કરશે.
રાજીવ સેને કહ્યું હતું કે ‘ચારુ રોજ સવારે ઉઠીને એક જ વાત વિચારે છે કે, આજે કયો આરોપ લગાવું? તેણે કહ્યું હતું કે, વ્યૂ મેળવવા માટે હું દીકરી ઝિયાનાનું નામ લઉ છું. પરંતુ ઝિયાના તો મારી પાસે છે જ નહીં. હકીકતમાં તો તે તેનો વપરાશ કરી રહી છે. મારા પાસેથી મારી દીકરી છીનવી લીધી. તમે કદાચ નહીં સમજી શકો કે હું કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું.
જીવન ખૂબ નાનું છે તેથી વિચારો નાના ન રાખો. રાજીવે આ સાથે તેઓ તેમની દીકરી પર ફોકસ કરી શકે તે માટે ચારુ છ મહિના માટે You Tube પરથી બ્રેક લે તેમ ઈચ્છતો હોવાનું જણાવ્યું હતું.
‘જ્યારે અમારી વચ્ચે વાતચીત કરવાના સંબંધો હતા એ જ વખતે મેં ચારુને યુટ્યુબ પરથી છ મહિનાનો બ્રેક લેવાનું કહ્યું હતું. જાે કે, તેમ થયું નહીં. જાે તમે યુટ્યુબ ન છોડી શકો અને જાે તમે તે દિશામાં ન વિચારતા હો તો ઠીક છે.
દરેકની વિચારવાની રીત અલગ હોય છે’. રાજીવે ચારુને દીકરીનો ઉપયોગ કર્યા વગર વ્લોગ બનાવવાનો પડકાર પણ આપ્યો હતો. તેણે કહ્યું હતું ‘તું તેના વગર વ્લોગ કેમ નથી બતાવતી? એકવાર તેનો ચહેરો ન દેખાડતી અને પછી જાેઈએ છીએ કે તારા વ્યૂ વધે છે કે નહીં. નહીં જ વધે’.
આ સાથે તેણે ચારુ ‘વિક્ટિમ કાર્ડ’ અને ‘વુમન કાર્ડ’ રમી રહી હોવાનો આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે ‘આજના સમયમાં પુરુષને ખોટો ગણાવવો સરળ છે. તમામ પુરુષો ખોટા નથી હોતા’. જણાવી દઈએ કે, ચારુ અને રાજીવે ૨૦૧૯માં લગ્ન કર્યા હતા. શરૂઆતથી જ તેમને વચ્ચે ડખો ચાલી રહ્યો હતો. દીકરીના જન્મ બાદ બધું ઠીક થઈ જશે તેમ લાગતું હતું. જાે કે, તે પછી તો વિવાદ વધુ વકર્યો હતો.SS1MS