હું ભવિષ્યમાં “જબ વી મેટ”ના ગીતનું કરિનાનું પાત્ર ભજવવા માગું છુંઃ ચારૂલ મલિક
મનોરંજન ઉદ્યોગમાં બધા કલાકારો નવું નવું કરવા માગતા હોય છે. નામના અને સરાહના ઉપરાંત તેઓ તેમની અને તેમના દર્શકો કલ્પના પણ નહીં કરી શકે તેવી વિવિધ ભૂમિકાઓ ભજવવા માગતા હોય છે.
આ વિશે એન્ડટીવીના કલાકારો તેમનાં સપનાં સાકાર કરનારાં અને એક દિવસ મંચ અથવા સ્ક્રીન પર તેમને જીવંત કરનારાં પાત્રો વિશે વાત કરે છે. આ કલાકારોમાં દર્શન દવે (રણધીર શર્મા, દૂસરી મા), ચારૂલ મલિક (રૂસા, હપ્પુ કી ઉલટન પલટન) અને લીના ગોયંકા (ડિંપલ, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
દૂસરી મામાં રણધીર શર્માની ભૂમિકા ભજવતો દર્શન દવે કહે છે, “એક કલાકારને દર્શકો પોતાની સાથે જોડી શકે અને તેમના મનમાં કંડારાઈ જાય તેની મજબૂત, રોચક અને અસલ ભૂમિકાઓમાં પોતાને જોવા માગે છે. અને મને તાજેતરમાં આવું પાત્ર ભજવવા મળ્યું તેવું કહીશ તો તેમાં કશું ખોટું નથી.
આ પાત્ર એન્ડટીવી પર દૂસરી મામાં રણધીર શર્માનું છે. ઘણા બધા લેયર સાથે રણધીર દર્શકોને તેમની બેઠક સાથે જકડી રાખશે. તેનું પાત્ર બહુ જ રોચક અને વિસંગત છે. મારી અભિનયની કારકિર્દીમાં મેં વિવિધ ભૂમિકાઓ ભજવી છે અને દરેક નોંધપાત્ર છે. જોકે ભવિષ્યમાં હું ભજવવા માગું તેવું ચોક્કસ પાત્ર અને પ્રકાર હજુ અસ્તિત્વમાં છે.
જયપુરનો હોવાથી ઈતિહાસમાં ઊંડાં મૂળ છે, જેથી મને ઐતિહાસિક પ્રોજેક્ટોમાં સ્થાન મેળવવાની ઈચ્છા છે. મોટા પડદા પર બાજીરાવ જેવી ભૂમિકાની તક મારું હંમેશાં સપનું રહ્યું છે. આવા વ્યક્તિત્વમાં ઊંડાણમાં ઊતરવું પડકારજનક અને મંત્રમુગ્ધ કરનારું પણ છે. આવા પાત્રમાં ઊંડાણમાં ઊતરવા અને તેના વિશે સમજ રોચક પ્રવાસ બની શકે છે. આગળ જતાં હું આવું પાત્ર ભજવવા માગું છું અને તેમની વાર્તા પડદા પર જીવંત કરવા માગું છું.”
હપ્પુ કી ઉલટન પલટનમાં ચારૂલ મલિક ઉર્ફે રૂસા કહે છે, “વિવિધ ભૂમિકાઓ માટે મારી એકધારી ખ્વાહિશ દર્શકો સાથે રોચક જોડાણ સાધે છે. એક પાત્ર અલગ તરી આવે તે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબ વી મેટમાં ગીતનું પાત્ર છે. અલીના ઉત્તમ દિગ્દર્શનમાં “જબ વી મેટ”માં કરીના કપૂર બહુ જ સરસ રીતે આ પાત્રમાં પ્રાણ પૂર્યો છે.
મેં આ ફિલ્મ એટલી વાર જોઈ છે કે ગણતરી કરી શકતી નથી. હું ફરી ફરી ગીત સાથે પ્રેમમાં પડી જાઉં છું. ફિલ્મ અને પાત્રએ અમારા મનમાં વિશેષ સ્થાન કંડાર્યું છે. ફિલ્મનો જાદુ હજુ પણ અકબંધ છે, કારણ કે તે બધી પેઢીના દર્શકોને સ્પર્શે છે. ગીતનો સ્વર્ણિમ જોશ, જોરદાર ઊર્જા અને આપણા ચહેરા પર સ્મિત લાવવાની ક્ષમતા કસોટીના સમયે પાર ઊતરતા ગુણો છે. જો નસીબમાં હોય તો હું ભવિષ્યમાં “જબ વી મેટ”ના ગીતનું કરિનાનું પાત્ર ભજવવા માગું છું.
આ મારી આદર્શ ભૂમિકા છે. આવા ઊંડાણ સાથે પાત્રમાં ડૂબવું, દર્શકોનું મન જીતવું ને દર્શકો પર કાયમી છાપ પાડવી તે વિશેષાધિકાર બની રહેશે અને સપનું સાકાર થવા બરાબર રહેશે. ગીતનું પાત્ર વાર્તાકથની શક્તિની સમકાલીન યાદગીરી આપે છે અને પાત્ર સ્ક્રીન પર છવાઈને દર્શકો સાથે મજબૂત જોડાણ સાધી શકે તે દર્શાવે છે.”
ભાભીજી ઘર પર હૈની લીના ગોયંકા ઉર્ફે ડિંપલ કહે છે, “ભાભીજી ઘર પર હૈમાં ડિંપલના પાત્રમાં ઊંડાણમાં ઊતરવું તે સપનું સાકાર થવા જેવું છે. શોની કટ્ટર ચાહક તરીકે મેં ધાર્યું નહોતું છતાં આવી તક મળી તે માટે આભારી છું. જોકે મારી આખરી આકાંક્ષા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવાની છે.
ફિલ્મ મરદાનીમાં રાની મુખરજી દ્વારા ભજવવામાં આવેલું પાત્ર હું મોટા પડદા પર જીવંત લાવવા માગું છું તે પોલીસ અધિકારીના પ્રકાર સાથે ઉત્તમ સુમેળ સાધે છે. જીવનનું રક્ષણ અને બચાવવાની બેજોડ કટિબદ્ધતાથી પ્રેરિત આવું પાત્ર અદભુત છે. હું પોલીસ દળમાં સેવા આપનારના બેજોડ જોશથી પ્રભાવિત છું. તેમની બેજોડ સમર્પિતતા અને ત્યાર મને પ્રેરિત કરે છે અને હું દર્શકો સાથે જોડાણ સાધે તેના પાત્રમાં ડૂબવા માગું છું અને તેમના મન અને હૃદયમાં કાયમી છાપ પાડવા માગું છું.”