Elon Musk અને Narendra Modiને વિવાદિત હસ્તી ગણાવતી ChatGPT
નવી દિલ્હી, ટેક્નોલોજીના આ યુગમાં રોજ અવનવાં ઈનોવેશન થઇ રહ્યા છે. ત્યારે હાલમાં સૌથી વધુ ચર્ચા ChatGPTએ જગાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી માઈક્રોસોફ્ટનું ચેટબોટ તેના આડા-અવળાં જવાબોને લીધે ચર્ચામાં રહ્યું હતું અને હવે આ યાદીમાં ChatGPT પણ જાેડાઈ ગયું છે.
ChatGPTને પહેલા એક સારા અને સમજુ ચેટબોટ તરીકે માનવામાં આવી રહ્યું હતું પણ હવે તે એવા કેટલાક જવાબો આપવા લાગ્યું છે કે જેનાથી વિવાદ સર્જાઈ શકે છે. ChatGPTએ ઈલોન મસ્ક અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવાદિત હસ્તી ગણાવી છે.
ChatGPT lists Trump, Elon Musk as controversial and worthy of special treatment, Biden and Bezos as not. I've got more examples. @elonmusk pic.twitter.com/92bNDQo4qY
— Isaac Latterell (@IsaacLatterell) February 19, 2023
ઈસ્સાક લેટરેલે ટિ્વટર પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં ChatGPT એ ઈલોન મસ્ક, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જાેનસન, કિમ કર્દાશિયન, કાન્યે વેસ્ટ, પીએમ મોદી અને અન્ય પ્રસિદ્ધ હસ્તીઓને વિવાદિત ગણાવી હતી.
લેટરેલના ટિ્વટ પર ઈલોન મસ્કે પણ પ્રતિક્રિયા આપી હતી. ચેટજીપીટીએ એમ પણ કહ્યું કે આ જાહેર હસ્તીઓ સાથે વિશેષ રીતે વર્તન કરવું જાેઇએ.
— Elon Musk (@elonmusk) February 19, 2023
જ્યારે બીજી બાજુ ChatGPTએ પીએમ મોદી, ટ્રમ્પ, મસ્કથી વિપરિત જાે બાઈડેન, જેફ બેજાેસ અને બિલ ગેટ્સને સારી હસ્તીઓ ગણાવી છે. તેના પર અનેક ટિ્વટર યૂઝર્સનું કહેવું છે કે ChatGPTએ મીડિયા કવરેજના આધારે આ યાદી જાહેર કરી છે. એવામાં ઓપનએઆઈ કે ChatGPTની કોઈ ભૂલ નથી. SS2.PG