Western Times News

Gujarati News

5G સર્વિસ ચાલુ કરવાના નામે બેંક ખાતામાંથી ઉચાપત કરવાનું કૌભાંડ

મેસેજમાં લિન્ક ઓપન કરતા જ ખાતામાંથી પૈસા ઉપડી જાય છે

(એજન્સી)અમદાવાદ, થોડા દિવસ અગાઉ જ દેશમાં પજી નેટવર્કની સેવાઓના પ્રારંભ થયો ત્યારે ગઠીયાઓ તે સેવાના નામે લોકોને છેતરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા બે ત્રણ દિવસથી ગઠીયાએ લોકોને ફોન કરીને પજી નેટવર્ક શરૂ કરવાનાું કહીને ઓટીપી આપવા

તેમજ લીકી ઓપન કરવાનું કહીને બેક એકાઉન્ટ હેક કરીને પૈસા ટ્રાન્સફર કરી દઈને ઠગાઈ આચરી રહયા છે. જેની ફરીયાદો સાઈબર ક્રાઈમમાં નોધાતા પોલીસે તાત્કાલીક લોકોને અપીલ કરી છે. કે, ભૂલથી કોઈપણ લીક જાણ્યા વગર ઓપન ન કરવી અને કોઈપણ વ્યકિતને ઓટીપી આપવો નહી.

સાયબર ક્રાઈમના ગુનેગારોને નવી મોડાસઓપરેન્ડીનો ઉપયોગ કરીને લોકોને ઠગી દીધા હોવાનું રાજયના પોલીસચોપડે નોધ્યું છે. ગઠીયાઓ લોકોને ફોન કરીને તમારું સીમમાં પજીની સુવિધા ચાલુ કરવા માટે એક ઓટીપી આવશે જે તમે અમને આપો તો ૧૦ મીનીટમાં તમારા મોબાઈલમાં પજી નેટવર્કની સેવા ચાલુ થઈ જશે.

જાે તમે અત્યારે નહી કરાવો તો થોડા દિવસો બાદ તમારે પજી નેટવર્કની સેવાનો લાભ લેવા માટે રૂા.૧૦૦૦ ફી ભરવી પડશે તેવું કહીને ગઠીયાઓને એક લીક મોકલતા હોય છે. જે લીક ઓપન કરો તેમાં જે ઓટીપી આવે તે તમે અમને આપો તેમ કહીને બેક એકાઉન્ટમાંથી ગઠીયાઓ પૈસા ઉપાડી

લઈને ઠગાઈ આચરતા હોવાના કિસ્સાસાયબર ક્રાઈમના ચોપડે નોધાયા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ ડીસીપી અજીત રાયજણે જણાવ્યું કે, પજી નેટવર્કના નામે ગઠીયાઓ ઓટીપી માંગે કે પછી લીક મોકલે તો તે ઓપન કરવવી નહી અને કેટલાક ગઠીયાએ આવી રીતે ફ્રોડ કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.