Western Times News

Gujarati News

શેરબજારમાં રોકાણના નામે નિકોલના નાગરીક સાથે 42 કરોડની દંપત્તીએ ઠગાઈ કરી

ચીટર જીગર તુલી અને સપના મલ્હાત્રા સામે હાઈકોર્ટ સહિત અનેક કોર્ટમાં ૩૦થી વધુ કેસ

(એજન્સી)અમદાવાદ, શેરબજારમાં રોકાણ સામે ઉંચા નફાની લાલચ આપી અનેક લોકો સાથે કરોડોથી વધુની છેતરપિડી આચરનાર ઠગ દંપતીએ અનેક લોકોને ભોગ બનાવ્યાના આક્ષેપ થઈ રહયા છે. જીગત તુલી અને તેની પત્નીએ મહીલા બેંક મેનેજર સાથે મળી અગાઉ ૧.૪૦ કરોડની છેતરપીડી આચર્યાની ફરીયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોધાઈ ચુકી છે.

જીગર તુલી આણી મંડળી સામે ગુજરાત હાઈકોર્ટ સહીતની કોર્ટમાં ૩૦થી વધુ કેસો ચાલી રહયાની વિગતો મળી છે. ર૦ર૩માં આ ચીટર દંપતી સામે નિકોલના એક નાગરીકે ૪ર કરોડની ઠગાઈની ફરીયાદ નોધાઈ હતી. જીગર તુલી અને સપના મલ્હાત્રા ઉર્ફે જીગર તુલીએ અગાઉ કોર્પોરેશન બેકની મેનેજર પુજા રમણ શાહ સાથે મળીને તુલસી પાસી સાથે રૂ.૧.૪૦ કરોડની છેતરપિડી આચર્યાની ફરીયાદ ડીસેમ્બર ર૦રરમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે.

જીગર તુલી, સપના તુલી, જીગરની માતા વીણાબહેન તુલી અને સપના તુલી, જીગરની માતા વીણાબેન તુલી અને સપના શાહના આરોપી તરીકે ફરીયાદમાં નામ હતા. ફરીયાદીની વડીલોપાર્જીત કબજાની જમીન એજયુકેશન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતા ૧.૪૦ કરોડની રકમ બેક ખાતામાં જમા કરાવવાની હતી.

આ માટે જીગર તુલીએ ફરીયાદીની સાથે રહીને પોતાની માતાના ઓળખીતા બેક મેનેજર પુજા શાહ સાથે લઈ જઈ કોર્પોરેશનમાં બેકમાં ખાતું ખોલાવ્યું હતું. આરોપીએ ફરીયાદીના ખાતામાંથી ૧.૪૦ કરોડની રકમ વીણા ક્રિએશનના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.