પોરબંદરની યુવતિને યુકેમાં નર્સિગનું કામ અપાવવાનું કહી ર૮ લાખ પડાવી લેવાયા
પોરબંદર, પોરબંદરની એક યુવતીને યુકે ખાતે નસીગનું વર્ક અપાવવાના બહાને ર૮ લાખ ર૦ હજાર રૂિંપયાની છેતરપીડી કરવામાં આવતા અને બોગસ જોબ લેતા તૈયારકર્યો હોવાથી યુકેમાં ૧૦ વર્ષ જવા ઉપર પ્રતીબંધ મુકાવી દેવાતા દંપતી સહીતનાઓ સામે પોલીસ ફરીયાદ દાખલ થઈ છે.
મુળ કુતીયાણા તથા હાલ પોરબંદરના શીતલ કોમપ્લેક્ષમાં રહેતી ર૩ વર્ષીય મીતલ ભીમાભાઈ ભુતીયાએ વર્ષ ર૦ર૧માં પોરબંદરમાં જનરલ નસીગ કોલેજમાં નર્સિગનો કોર્સ કર્યો છે. સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં પ્રેકટીકલ કામ દરમ્યાન લેબ ટેકનીશીયન અજઅય દીલીપ ચાવડા સાથે ઓળખાણ થઈ હતી.
અજય ત્યારે યુકે જતો રહયો હતો. અને વાતચીત દરમ્યાન મીતલે યુકે નસીગની નોકરી માટે જવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું કે વર્ષ ર૦ર૪માંમીતલે અજયને વર્ક વીઝા માટે એજન્ટ અંગે પુછતા દિગ્મીતા પટેલના નંબર આપ્યા હતા. જેની પાસેથી કાકશીયા ગામે રહેતા તેના પિતા મુકેશ વીરદાસ પટેલનો નંબર મળવીને વાત કરી હતી.જેમાં ર૭ લાખ રૂપિયા એજન્ટ તરીકે તથા એક લાખ વીસ હજાર વીઝા ફી વગેરે લાગતો તેમ જણાવ્યું હતું.
જરૂરી ડોકયુમેન્ટ અને કટકેકટકે રૂપિયા પણ આપી દીધા હતા. થોડા સમય બાદ પાસપોર્ટ કુરીયર મારફતે મળ્યો હતો. પંરતુ તેમાં કોઈ વીઝા સ્ટેમ્પ લાગેલા ન હોવાથી તેઓએ મુકેશભાઈને ફોન કરીને પુછતા યુકે ગવર્મેન્ટનો એક રેગ્યુલર લેટર મોકલ્યો હતો જેમાં એક જ નોકરી માટે બે સ્પોન્સર લેટર મોકલેલા હોવાથીવીઝા ન મળ્યા પાત્ર છે.
તેમ જણાવ્યું હતું મીતલે અન્ય વર્ક વિઝાનું કામ કરતા એજન્ટોને પુછતા જાણવા મળ્યું હતુંકે, દીગ્મીતાએ મોકલેલા સ્પોન્સર લેટર બોગસ છે. અને તેના કારણે જ વર્ક વીઝા મળ્યા નથી. સાથે યુકે ગવર્મેન્ટ તરફથી દસ વર્ષ સુધી યુકે જવા ઉપર પ્રતીબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
છેતરપીડી થયાની જાણ થતા મિતલે વારંવાર પૈસા પરત આપવા માગકરતા ગાળો આપીને હત્યાની ધમકી આપતો હતો. અંગે મિતલે મુકેશ વીરદાસ પટેલ નામના કાકશીયાનું ઈસમ ઉપરાંત યુકે રહેતી દિગ્મીતા ધર્મેશ પટેલ તેનો પતિ ધર્મેશ પટેલ અને ફોન કરનાર પીકેશ પટેલ વગેરે તમામ સામે ગુનો નોધાવ્યો છે.