Western Times News

Gujarati News

ફૂલના વેપારીને સરકારી મકાનના નામે બે ઠગે છેતર્યા

આરોપીઓએ ભોગ બનનારને ખોટી પહોચ બતાવીને વિશ્વાસ કેળવીને નાણાં પડાવ્યા હતા.

(એજન્સી)અમદાવાદ, શહેરમાં રહેતા ત્રણ લોકોને બોપલમાં બની રહેલા સરકારી મકાન અપાવવાના બહાને બે લોકોએ ઠગાઈ આચરી છે. બે આરોપીમાંથી એક આરોપી પોતે ગાંધીનગરમાં મોટો અધિકારી હોવાની ઓળખ આપીને નાણાં ખંખેરતો હતો.

આરોપીઓએ ભોગ બનનારને ખોટી પહોચ બતાવીને વિશ્વાસ કેળવીને નાણાં પડાવ્યા હતા. આરોપીએ ૧૮.૬૦ લાખ પડાવી મકાન અપાવતા આ મામલો બોડકદેવ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

શીલજમાં રહેતા દીપકભાઈ સોલંકી ફુલનો વેપાર કરે છે. શીલજમાં જોગણી માતાના મંદીરે અવારનવાર આવતા અમરત રાઠોડ સાથે તેમની મુલાકાત થઈ હતી. અમરત રાઠોડે ભોગ બનનાર દીપકભાઈને બોપલમાં નવા બનતા સરકારી મકાન અપાવવાની લાલચ આપી હતી. જે બાદ આરોપી અમરતે તેના સાગરીત દીપેશ સાથે મુલાકાત કરાવી હતી. દીપેશ સાથે મુલાકાત કરાવી હતી.

દીપેશ ગાંધીનગરમાં મોટો અધિકારી હોવાથી મકાન અપવાશે તેવી લાલચ આપી હતી. આરોપીએ પહેલા ર૦ હજાર અને બાદમાં છ લાખ રૂપિયા માંગીને છ માસમાં મકાન આપી દેવાની બાંયધરી આપી હતી. દીપકભાઈએ ૬.ર૦ લાખ આપ્યા બાદ તેમના પિતરાઈ ભાઈને પણ વાત કરતા તેણે પણ ૬.ર૦ લાખ ભર્યા હતા. દીપકભાઈના મિત્ર લક્ષ્મણભાઈએ પણ મકાન લેવાની લાલચમાં ૬.ર૦ લાખ આરોપીઓને આપ્યા હતા.

પરંતુ અનેક સમય સુધી આરોપીઓને મકાન ન અપાવતા પહોચ બાબતે ખરાઈ કરતા ખોટી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે બોડકદેવ પોલીસે આરોપી અમરત રાઠોડ અને દીપેશ પટેલ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.