Western Times News

Gujarati News

ગઠિયાએ ધંધાની લાલચ આપી બે કરોડની છેતરપિંડી આચરી

પ્રતિકાત્મક

સીઝ થયેલી ગાડીના ધંધામાં વળતરની લાલચ આપી ઠગાઈ

(એજન્સી)અમદાવાદ, લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ના મરે નાણાં રોકાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી છેતરપીંડી આચરતા શખ્સની આર્થિક ગુનાહ નિવારણ શાખાએ ધરપકડ કરી લીધી છે. આર્થિક ગુનાહ નિવારણ શાખાની ગિરફતમાં શખ્સનું નામ હુસામા સૈયદ છે.

જે મૂળ દરિયાપુર અમદાવાદનો રહેવાસી છે, જેની ધરપકડ લોકોને નાણાં રોકાવી ઊંચું વળતર એટલેકે એક મહિનામાં ૧૦થી ૧૫ ટકા જેટલું વળતર આપવાની લાલચ આપીને અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે જેની કુલ રકમ ૦૨ કરોડ ૦૯ લાખથી પણ વધુ થવા પામી છે

તે પૈકી એક ફરિયાદી વળતર કે રૂપિયા નહિ મળતા આર્થિક ગુન્હા નિવારણ શાખાના દરવાજા ખખડાવ્યા છે, ત્યારે ઈઓડબલ્યુ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે હુસામાં સૈયદ ઉપર છેતરપિંડીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી હુસામાં સૈયદ પોતાના પરિચિત વ્યક્તિઓને લોભામણી સ્કીમ સમજવતો હતો

જેમાં પોતે ફાઈનાન્સમાં સિઝિંગ થયેલી ગાડીઓને હરાજીમાં સસ્તામાં ભાવમાં ખરીદે છે ત્યારબાદ એક મહિનામાં ગાડીઓ વહેંચી મોટો નફો મળશે તેમ કહીને પોતાના વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા મેળવી લેતો હતો બાદમાં ખરીદનારને ગાડી કે વળતર આપતો નહોતો.

આ પ્રકારે આરોપી ગુનાને અંજામ આપતો હોવાની કેફિયત આરોપીએ પોલીસ સમક્ષ વર્ણવી છે. લોકોને વિશ્વાસમાં લેવા માટે થઈને આરોપી એક નોટરાઈઝ લખાણ પણ લખી આપતો હતો અને લોકોનો વિશ્વાસ રહે તે માટે બેંકના ચેક પણ આપતો હતો.

ત્યારે અમદાવાદની ગુનાહ નિવારણ શાખાએ આરોપી વિરુદ્ધમાં વધુ પુરાવાઓ એકત્ર કરી આ સમગ્ર છેતરપિંડીના ગુનામાં હજી કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરી છે, ઉપરાંત કેટલા લોકો ભોગ બન્યા છે અને કેટલા રૂપિયાની ટોટલ છેતરપિંડી કરવામાં આવી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.