કપલ ટૂરના બહાને 1.28 લાખની ચાર દંપતી સાથે છેતરપિંડી
મુંબઈની કંપનીના શખસોની શોધખોળ
પોરબંદર, છાંયા પંચાયત ચોકી પાસે ખડા વિસ્તારમાં રહેતા રમાબેન દુદાભાઈ ઓડેદરા નામની મહિલાએ મેકીંગ મેમરી નામની ટુર ટ્રાવેલ્સ નામની કંપની તથા એટીસી ટ્રાવેલ કબ નામની કંપનીના મેનેજર યશવંત સભાજી પનાળકર અને મુંબઈના રાજકુમાર ગુલાબચંદ તીવારી અને શનાયા ગણેશ ગોવલકર સહિતના શખસો વિરૂદ્ધ રૂ.૧.ર૮ લાખની છેતરપિંડી- વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી રમાબેન ઓડેદરાને એક અજાણ્યા મોબાઈલ ફોન નંબરથી ફોન આવ્યો હતો અને તમારા આ લકકી નંબર છે અને કંપનીમાં તમને વિદેશ તથા ભારતમાં જુદી-જુદી જગ્યાએ ટુરમાં લઈ જશે અને બાદમાં રમાબેન અને તેના પતિ દુદાભાઈને હોટલ ખાતે બોલાવતા ગયા હતા અને સાડા ત્રણ લાખનું પેકેજ જણાવતા દંપતીએ ઈનકાર કર્યા બાદ રૂ.૧પ હજાર લીધા હતા
અને ભારતમાં ટુરની વાત નકકી કરી હતી. બાદમાં એક પાર્સલ મોકલ્યું હતું જેમાં મેમ્બરશીપ અને રીસીપ્ટ અને રકમ મળ્યાની પહોંચ હતી. પાર્સલમાં જણાવેલ નંબર પર સંપર્ક કરતા કોઈ સંપર્ક થયો નહોતો અને છેતરપીંડી કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું.
બાદમાં જયુબેલી વિસ્તારમાં રહેતા અનીલભાઈ બચુભાઈ ગોહેલ અને તેની પÂત્ન અલ્પાબેન પાસેથી રૂ.૪૬ હજારની રકમ અને પરેશનગરમાં રહેતા જોશનાબેન અને પતિ દીપક રતીલાલ થાનકી પાસે રૂ.પ૦ હજાર લઈ લીધા હતા.
તદુપરાંત ખારવાવાડમાં રહેતા ભનુ મોતીવરસ અને તેની પત્ની નયનાબેન પાસેથી રૂ.૧૭ હજાર અને યુગાન્ડા રોડ પર રહેતા ઋષિત પી. ગણાત્રા અને તેની પત્ની સંગીતાબેન પાસેથી રૂ.પ, હજાર પડાવી લેવામાં આવ્યા હતા. પોલીસે રમાબેન ઓડેદરાની ફરિયાદ પરથી મુંબઈની કંપનીના શખસો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.