સોનાના સિક્કાની લાલચ આપી ઠગાઈ કરનાર ઝડપાયો
એક કરોડ ૧૦ લાખ રૂપિયા લઇ સોનાના ખોટા સિક્કા પધરાવી ઠગાઈ આચરવામાં આવી હતીઃ પોલીસે વધુ તપાસ હાથ ધરી
(એજન્સી)સુરત, ડીંડોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ડીંડોલી જુના જકાતનાકા રેલ્વે પટરી પાસેથી આરોપી અર્જુન ઉર્ફે દિનેશ ઉર્ફે ભીમો ભીખાભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વડોદરા ખાતે રહેતા
“તેના લીડર પ્રભુ ઉર્ફે રાજેશ ઉર્ફે રાજુ ગુલશન સોલંકી તથા તેની માતા મીરા ગુલસન સોલંકી તથા પ્રભુ સોલંકીની માસીની દિકરી બહેન તેજુ રાઠોડ સાથે મળી કાવતરું કરીને વર્ષ ૨૦૧૯ માં દિવાળીના સમયગાળા દરમ્યાન વાપી જી.આઇ.ડી.સી. હાઈવે ઉપર આવેલ હોટેલમાં સુરત ઉત્રાણ ખાતે રહેતા ગોવિંદભાઈ બોરડા જમવા માટે ગયા હતા.
તે વખતે આરોપી દિનેશ સોલંકી મજુરના વેશમાં ગોવિંદભાઈ પાસે ગયો હતો અને ખૂબજ ભૂખ લાગેલ હોય જમવાનું માંગતા તેની પર દયા આવી હતી અને તેને હોટલમાંથી જમવાનું અપાવ્યું હતું. જેથી આરોપી દિનેશ સોલંકીએ ગોવિંદભાઈને એક સોનાનો સિક્કો આપી કહેલ કે
સેલવાસામા પારસીના એક જુના મકાનમાં પાયામાં ખોદકામ દરમિયાન અમોને ઘણાબધા સોનાના સિક્કાઓ મળી આવેલ છે, અમે મફતનું નથી ખાતા તેમ કહી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. જેથી ગોવિંદભાઈએ સુરત આવી મહિધરપુરામાં સોની પાસે સિક્કો ચેક કરાવતા અસલ સોનાનો હોવાનું તેમજ ગુગલ ઉપર સર્ચ કરતાં અઢારમી સદીનો સિક્કો હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ આરોપીએ ગોવિંદભાઈને મોબાઇલ ફોન પર વાત કરી પોતાની પાસે ૪૦ થી ૫૦ કિલો સોનાના સિક્કા હોવાનું જણાવ્યું હતું.તેને આ સિક્કા સસ્તામાં વેચવાના હોવાનું જણાવતા લોભ લાલચમાં આવીને ગોવિંદભાઈ વાપી ગયા હતા. જ્યાં આગળ આરોપીઓએ કાવતરું રચી એક સંપ થઈ ગોવિંદભાઈને સૌ પ્રથમ ૧૦ કીલો જેટલા સોનાના સિક્કા આપ્યા હતા.