ઈન્ડિયન નેવીમાં નોકરી અપાવવાના બહાને 30થી વધુ લોકો સાથે ઠગાઈ
પોરબંદર, નવા કુંભારવાડામાં રહેતી નીતાબેન મનસુખભાઈ મણીયાર નામની મહિલાએ નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા જયમીન શીંગડીયા નામના શખસ વિરૂદ્ધ શિક્ષિત બેરોજગારોને ઈન્ડિયન નેવીમાં નોકરી અપાવવાના બહાને નાણા ખંખેરી લીધાની ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં નીતાબેન મણીયારની પુત્રી પ્રિયા હાલમાં ડુભીયાણી ખાતે નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરે છે અને બે વર્ષ પહેલા વિનેશ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી
ત્યારે બીરલા કોલોનીમાં રહેતી અલ્પા સલેટ પણ નર્સ તરીકે કામ કરતી હોય અને બંને બહેનપણી હતી, પાંચેક માસ પહેલા પ્રિયાને અલ્પાએ વાત કરી હતી અને નેવીની કેન્ટીનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરીના ફોર્મ ભરાય છે અને જયમીન શીગડીયા નામનો શખસ રૂ.રપ૦૦ ફોર્મ દીઠ લે છે.
આથી નીતાબેનએ તેના પતિ મનસુખભાઈને વાત કરી હતી અને બાદમાં જયમીન સાથે વાત કરી હતી અને પોતે નેવીના એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતો હોવાનું આઈકાર્ડ બતાવ્યું હતું બાદમાં નીતાબેનએ તેની પુત્રી પાયલનું ફોમ ભર્યંુ હતું બાદમાં અન્ય બે પુત્રીઓ પ્રિયા અને ભુમીના ફોર્મ ભરી રૂ.પ હજાર આપ્યા હતા.
બાદમાં જયમીન નીતાબેનના ઘેર આવ્યો હતો અને ઉમેદવારોને તાલીમ આપવાની હોય રૂ.ર૦ હજાર આપવા પડશે તેમ કહી રૂ.ર૦ હજાર લીધા હતા
ત્યાર બાદ ટ્રેનીગમાં મોકલવા માટેથી ફોન કરવામાં આવતા થોડા દિવ્સ બાદ આવવાનું જણાવ્યું હતું અને નેવી ઓફિસમાં તપાસ કરતા આ જયમીન નામના શખસ અન્ય ૩૦ થી ૩પ વ્યક્તિઓ સાથે ઠગાઈ કરી હોવાનું ખુલ્યું હતું અને બાદમાં સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસ જયમીન શીગડીયાની શોધખોળ શરૂ કરી હતી.