કાપડના વેપારી પાસેથી સાડા ત્રણ કરોડનો માલ ખરીદી દોઢ કરોડની ઠગાઈ

પ્રતિકાત્મક
કાપડ દલાલો ઉપરાંત ૧૦ સામે ફરીયાદ થઈ
(એજન્સી)અમદાવાદ, ખોખરા અને અન્ય જગ્યાના કાપડ બજારના ૧૯ વેપારીઓ સાથે કાપડ દલાલ સહીત કુલ ૧૦ શખ્સોએ કુલરૂ.ર.૦૩ કરોડની ઠગાઈ આચરી છે. જેમાં માલસામાન ઉઘારીમાં ખરીદીને થોડું પેમેન્ટ કરીને બાકીના રૂપિયા ચુકવ્યા ન હતા.તેમજ ઓફીસ અને દુકાને તપાસ કરતા બંધ કરીને ફરાર થઈ ગયા હતા.
આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાએ ૧૦ ગઠીયાઓે સામે ગગુનો નોધીને તપાસ શરૂ કરીર છે. મણીનગરના કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતા ૩ર વર્ષીય જીતેન્દ્રભાઈ પુગલીયા ખોખરારમાં ફર્મ ધરાવીને કાપડ બજારમાં દલાલીનું કામ કરતા બચ્ચનસીગ રાજપુતે જોબવર્કનું કામ કરતા પ્રતીક એપર કંપનીના માલીક પ્રતીક પઠીયાર સાથે મુલાકાત કરાવી હતી.
બાદમાં બંનેએઅ સામેગા કલોથીગ પેઢીના ભાગીદારો જીતેન્દ્ર પરમાર અને દેવેન્દ્ર પુરોહીત સાથે જોબવર્ક અને દલાલીનું કામ કરતા હોવાનું જણાવયું હતું હતું કે બાદ તેમને વેપારી જીતેન્દ્રભાઈ પાસેથી કુલ રૂ.૪૩.પપ લાખનો માલસામાન ઉધારમાં ખરીધ્યો હતો. બાદમાં સમયસર રૂપિયા ન આવતા ઉઘરાણી કરતા રૂ.૧૪.૧૩ લાખ આપ્યા હતા અને બાકીના રૂ.રર૯.૪રર લાખ ન ચુકવી ઠગાઈ આચરી હતી.
જે બાદ જીતેન્દ્રભાઈએ તપાસ કરતા ચાર સહીત ૧૦ ગઠીયાઓએ ભેગા મળળીને જીતેન્દ્રભાઈ સહીત જુદાજુદા કુલ ૧૯ વેપારીઓ સાથે આ પ્રકારે ઠગાઈ આચરીને કુલ રૂ.ર૦૩ કરોડપડાવી લીધા હતા. જે બાદ ગઠીયાઓને ફોન કરતા બંધ આવતો હતો. આ અંગે જીતેન્દ્રભાઈએ આર્થિક ગુના નિવારણ શાખામાં જીતેન્દ્ર પરમાર દેવેન્દ્ર પુરોહીત, પ્રતીક પઢીયાર તથા દલાલ બચ્ચનસીગ વિજયસીગ સમરથલાલ ખેતારામ, રતનસીગ જીતેન્દ્ર શાહ અને શંકર પ્રજાપતી સામે ફરીયાદ નોધાવી છે.