દવાના વેપારી સાથે 16.75 લાખની ઠગાઈ કરી બે ભાઈઓ ફરાર
બે ભાઈઓમાંથી એકને ઝડપી પાડયો હતો અને વિદેશ ફરાર થઈ ગયેલા યોગેશને ઝડપી પાડવા કાર્યવાહી
સુરત, શહેરના કતારગામ વિસ્તારમાં દવા બજારમાં એજન્ટ તરીકે કામ કરતા બે સગાભાઈએ મેડીકલમાં દવા વેચાણ કરતી કંપની સાથે રૂા.૧૬ લાખની છેતરપિંડી કરી હતી.
બંને ભાઈઓએ ડોકટરને દવા સપ્લાય કરવાને બહાને માલ લીધા બાદ પૈસા નહી ચુુકવી બંને ભાઈઓ ફરાર થઈ ગયા હતા. જેથી કંપનીના ભાગીદારે પોલીસ ફરીયાદ નોધાવતા પોલીસે એક ભાઈની ધરપકડ કરી છે. જયારે બીજાે ભાઈ વિદેશ ફરાર થઈ ગયો હતો.
બનાવની વિગત એવી છે કે, વરાછા વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય ગૌરાંગભાઈ કિશોરભાઈ રામાણી દવાઓ બનાવતી કંપની ચલાવી રહયા છે. છેલ્લા ઘણા સમયથી તેમની પાસે યોગેશકુમાર ઘનશ્યામ જેતાણી અને તેનો ભાઈ મનીષ જેતાણી પાસે દવાની ખરીદી કરતા હતા.
ત્યારબાદ બંને ભાઈઓએ ઠગાઈ કરવાના ઈરાદે અલગ અલગ કંપનીનાં નામે બનાવટી જીએસટી સટીફીકેટ બનાવી ખોટા હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. અને ગૌરાંગભાઈની કંપનીમાં રજુ કરી અલગ અલગ ડોકટરોને દવાનો માલ પહોચાડવાનો છે, તેમ કહીને કુલ રૂપિયા ૧૬.૭પ લાખનો માલ બાકીમાં ખરીદી કર્યો હતો.
ટુંક સમયમાં આ પૈસા ચુકવવી આપવાનો વાયદો પણ આપ્યો હતો. પરંતુ ત્યારબાદ યોગેશ સુરત છોડી વિદેશ ફરાર થઈ ગયો હતો. અને મનીષે પોતે કંઈ નજાણતો હોવાનું ચાલુ રાખ્યું હતું. જેથી આખરે ભોગ બનનાર ગૌરાંગભાઈએ કતારગામ નોધાવતા બંને ભાઈઓ સામે રૂપિયા ૧૬.૭પ લાખની ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે.
જાેકે મળતી માહિતી અનુસાર મનીષને ઝડપી પાડયો હતો અને વિદેશ ફરાર થઈ ગયેલા યોગેશને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.