સ્કુલોમાં ડમી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં ચેકીંગના આદેશો અપાયા
વિદ્યાર્થીઓને નામ પૂરતો જ પ્રવેશ આપતી સ્કૂલો સામે કાર્યવાહી કરવા તપાસ અભિયાન-અમદાવાદ શહેર ડીઈઓએ શાળાઓમાં ઓચિંતિ તપાસ માટે આદેશ આપ્યો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ખાનગી ટયુશન કલાસીસોના કારણે ડમી વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાની ફરીયાદો ઉઠી છે.
જે અન્વયે અમદાવાદ શહેર જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા ડમી વિધાર્થીઓએ પ્રવેશ આપતી સ્કુલો પર સંકજાે કરવા માટે સુચના આપી છે. શહેર ડીઈઓ દ્વારા તમામ બીટના અધિકારીઓના આ મુદે સ્કુલોમાં ઓચિતી તપાસ કરવા માટે સુચના આપવામાં આવી છે.
મેડીકલ અને ઈજનેરીમાં નીટ–જેઈઈ ફરજીયાત કરાતા અમદાવાદ સહીતના મોટા શહેરોમાં નામાંકીત ટયુશન કલાસીસોની હાટડીઓ ખુલી છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો, શાળા સમય દરમ્યાન જ ટયુશન કલાસીસોમાં વિધાર્થીઓ ભણવા જાય છે. એટલું જ નહી ટયુશન, કલાસીસો દ્વારા મસમોટી હોસ્ટેલો પણ ઉભી કરવામાં આવી છે.
જયાયરે સરકારના અધિકારીઓ કોઈપણ સમયે રેડ પાડે તો હજારોને સંખ્યામાં વિધાર્થીઓ મળી આવે. ટયુશન કલાસીસમાં આવતા વિધાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે શહેરની અનેક શાળાઓ નામ પુરતો પ્રવેશ આપે છે. આ પ્રકારની ફરીયાદો ઉઠતાં અમદાવવાદ શહેરના જીલ્લા શિક્ષણાધિકારીશ રોહીત ચૌધરી દ્વારા પરીપત્ર કરાયો છે.
કે સરકારી ખાનગી તેમજ ગ્રાન્ટેડ શાળાઓ પૈકી કેટલીક શાળાઓમાં શિક્ષણકાર્યના કલાકો દરમ્યાન વિધાર્થીઓ ગેરહાજર રહેતા હોવાની વિગતો ધ્યાનમાં આવી છે.