Western Times News

Gujarati News

પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું

૧૬.૫૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરીને ૬ ઈસમો પાસેથી ૪,૫૦૦ નો વહીવટી ચાર્જ વસૂલાયો

(પ્રતિનિધિ) ભરૂચ, અંક્લેશ્વર નગરપાલિકા અને જીપીસીબી દ્વારા સંયુક્ત રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં આજરોજ બપોર બાદ અચાનક ચેકીંગ ધરવામાં આવ્યું હતું.જે ચિકિંગ દરમ્યાન જીપીસીબી અંક્લેશ્વરના મદદનીશ પર્યાવરણ ઈજનેરશ રવી જે.આચાર્ય તથા અંક્લેશ્વર નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર રઘુવીરસિંહ જે મહીડા, સુપરવાઈઝર હાર્દિક પટેલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેનું ચેકીંગ અંકલેશ્વરના જુદા જુદા વિસ્તારો જેવા કે ત્રણ રસ્તા પાસે, મેઇન સ્ટેશન રોડ,જૂની જ્યોતિ ટોકીઝ રોડ અને પરચેઝ જતો રોડના વિસ્તારમાં હાથ ધરવામાં આવેલ હતું.

અંકલેશ્વર નગરપાલિકા અને જીપીસીબી દ્વારા તેઓએ પ્રતિબંધિત પ્લાસ્ટી બેગ, પીણા પીવાની સ્ત્રો, ચમચી અને ગ્લાસ વિગેરે મળી કુલ ૧૬.૫૦૦ કિલો ગ્રામ જથ્થો જપ્ત કરીને કુલ ૬ ઈસમો પાસેથી ૪,૫૦૦ નો વહીવટી ચાર્જ સ્થળ ઉપર જ વસુલ કરવામાં આવ્યો હતો.આ દરમ્યાન અંદાજીત ૧૬ દુકાનોમાં ઈન્સ્પેકશન કરવામાં આવેલ હતું. અચાનક અંક્લેશ્વર નગરપાલિકા અને જીપીસીબી દ્વારા સંયુક્ત રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં ચેકીંગ હાથ ધરાતા અન્ય દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.