Western Times News

Gujarati News

શેફ વિકાસ ખન્નાએ અમદાવાદમાં આયોજીત બર્ગનર રોડ શોમાં ભાગ લીધો

અમદાવાદ: સેલિબ્રિટી શેફ અને મિશેલિન સ્ટાર એવોર્ડ વિજેતા વિકાસ ખન્નાએ શુક્રવારે અમદાવાદમાં બર્ગનર રોડ શોના ભાગરૂપમાં આયોજીત કુલીનરી જર્નીમાં ભાગ લીધો હતો.

કિચનવેર અને કુકવેરની દુનિયામાં જાણિતું નામ એવા બર્ગનર ગ્રૂપ દ્વારા શેફ વિકાસ ખન્નાની સાથે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શો દરમિયાન તેમને બર્ગનરની નવી પ્રોડક્ટ રેન્જ લૉન્ચ કરી હતી. તદઉપરાંત અમદાવાદમાં વાઇબ્રન્ટ કુલીનરી કોમ્યુનિટી સાથે તેમને પોતાનો અનુભવ-જ્ઞાન અને જાણકારી શેર કરી હતી.

આ બર્ગનર રોડ શોના ભાગરૂપમાં શેફ વિકાસ ખન્નાએ નેચરલી,  ફ્લાસ્ક, એકેશિયા જાર( (સ્ટોરેજ જાર) અને ટ્રિપ્લી મલ્ટી કઢાઈ સહિતની નવી પ્રોડક્ટ્સની રેન્જ  લોન્ચ કરી હતી. આ પ્રોડક્ટ્સ પ્રોફેશનલ શેફ્સ અને પેશનેટ હોમ કુક એમ બંનેના કુકિંગ એક્સપિરિયન્સને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

આ રોડ શો દરમિયાન શેફ વિકાસ ખન્નાએ અમદાવાદના વિવિધ જનરલ ટ્રેડ સ્ટોર્સની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ગ્રાહકોને તેમની સાથે વાતચીત કરવાનો અને કુલીનરી આર્ટિસ્ટ્રી તેમજ કિચનવેર વિશે મૂલ્યવાન જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ અવસર મળ્યો હતો.

પોતાના અનુભવ વિશે વાત કરતા શેફ વિકાસ ખન્નાએ કહ્યું, “હું બર્ગનર રોડ શોનો ભાગ બનવા અને નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા માટે ખરેખર ઉત્સાહિત છું, જે ઇનોવેશન અને ક્વાલિટી પ્રત્યે બ્રાન્ડની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ સ્ટોરની મુલાકાત દરમિયાન જીવનના વિવિધ ક્ષેત્રના લોકોને મળવું અને તેમની સાથે કુકિંગ અને કિચનવેરનો મારો એક્સપિરિયન્સ શેર કરવો ખૂબ જ સરસ હતો. હું અમદાવાદની વાઇબ્રન્ટ કુલીનરી સંસ્કૃતિને એક્સપ્લોર કરવા ઉત્સુક છું.”

શેફ વિકાસ ખન્ના શુક્રવારે રોડ શો દરમિયાન ડિલિશિયસ સ્ટ્રીટ ફૂડ અને રિઝનલ ક્યુઝિનની સાથે અમદાવાદના લોકલ ફ્લેવર્સનો પણ આસ્વાદ માણ્યો હતો.

શેફ વિકાસ ખન્ના 8 ઓક્ટોબર રવિવારના રોજ સુરતમાં પણ બર્ગનર રોડ શોમાં ભાગ લેશે અને નવી પ્રોડક્ટ રેન્જ લોન્ચ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.