Western Times News

Gujarati News

કિમોથેરાપી દરમિયાન કેન્સરના દર્દીઓએ ડાયટનું ચૂસ્તપણે પાલન કરવું જોઇએ

ડો. પિનાકી મહતો, મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને સુશ્રી પ્રિયંકા ચિત્તે, ન્યુટ્રિશનિસ્ટ, HCG કેન્સર હોસ્પિટલ, વડોદરા.

કિમોથેરાપીમાંથી પસાર થનાર કેન્સરના દર્દીઓએે કેટલાંક શારીરિક ફેરફારોનો સામનો કરવો પડે છે જે તેમની સહનશીલતામાં ઘટાડો કરે છે. આવા દર્દીઓ માટે યોગ્ય પ્રમાણમાં ભૂખને જાળવી રાખવા અને તંદુરસ્ત જીવન માટે તમામ જરૂરી પોષક તત્વોનું સેવન કરવા માટે હેલ્થી ડાયેટ પ્લાનનું પાલન કરવું આવશ્યક છે.

ભરપૂર પોષણ ધરાવતા ભોજનનું સેવન દર્દીઓને ઘણી રીતે ફાયદો કરાવી શકે છે. સૌપ્રથમ, તે શરીરના પોષક તત્વોના સ્તરને નિયંત્રણમાં રાખી શકે છે અને ઇન્ફેક્શનના જોખમોને ઘટાડવા માટે એનર્જી અને શક્તિ જાળવી રાખવામાં મદદ કરે છે. તે ઝડપી સારવાર માટે ટ્રિટમેન્ટને સારી રીતે હાથ ધરવા માટે અને જલ્દીથી સાજા થવામાં પણ મદદ કરે છે.

કિમોથેરાપીના કોર્સ દરમિયાન આ ખાદ્યચીજોનો સમાવેશ કરવો

કેન્સરના દર્દીઓએ નિયમિતપણે સમયાંતરે ભોજન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જરૂરીયાત મુજબ નાસ્તો કરવો જોઈએ અને પુષ્કળ પ્રવાહી પીવું જોઈએ. કિમોથેરાપી કરાવનાર લોકોએ નીચે જણાવેલા ભોજનનું સેવન કરવું જોઈએ:

1.પ્રોટિનથી ભરપૂર ખાદ્યચીજો
શરીરની માંસપેશીઓને મજબૂત કરવા, વિકાસ કરવા અને રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે પ્રોટીનની જરૂર પડે છે. જો કોઈ વ્યક્તિ પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરતુ નથી, તો તેનું શરીર એનર્જી માટે માંસપેશીઓને તોડવાનું શરૂ કરી શકે છે,

જે બીમારીઓમાંથી ફરી સાજા થવાની પ્રક્રિયાને વધુ મુશ્કેલ બનાવે છે અને ઇન્ફેક્શન સામે પ્રતિકાર કરવાની શક્તિ ઓછી કરી નાંખે છે. કેન્સરના દર્દીઓને મોટાભાગે સરેરાશ કરતાં વધારે પ્રોટીનની જરૂર પડે છે. કિમોથેરાપી બાદ, મોટાભાગના લોકોને ઇન્ફેક્શન રોકવા અને માંસપેશીઓને સાજા કરવા માટે વધારાના પ્રોટીનની આવશ્યકતા પડે છે. વધારે પ્રોટીન ધરાવતા ખાદ્યચીજો મીટ, મટન, માછલી, ઈંડા, દૂધની બનાવટો વગેરેનો સમાવેશ થાય છે.

2.હેલ્થી ફેટ્સ
કિમોથેરાપી કરાવતી વખતે, વ્યક્તિને એનર્જી જાળવવામાં મદદ કરવા માટે વધારે ચરબીની જરૂર પડી શકે છે. ચરબી અને ઓઇલ એ ફેટી એસિડથી બનેલા હોય છે, અને તેઓ શરીરને પુષ્કળ એનર્જી પુરી પાડે છે. ચરબીનો ઉપયોગ ઉર્જા/ એનર્જી તરીકે થાય છે, તે શરીરની માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે અને લોહી મારફતે કેટલાક વિટામિન્સનું પરિભ્રમણ કરે છે. હેલ્થી ફેટ્સવાળી ખાદ્યચીજોમાં પીનટ બટર, એવોકાડો, દૂધ, ઓલિવ ઓઇલ, સીડ્સ અને ઘીનો સમાવેશ થાય છે.

3.કાર્બોહાઇડ્રેટ્સ
કાર્બોહાઇડ્રેટ્સ એ શરીરની એનર્જીનો મુખ્ય સ્ત્રોત છે. તે શરીરને શારીરિક કસરત અને અંગોની યોગ્ય કામગીરી માટે આવશ્યક એનર્જી પૂરી પાડે છે. કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોય તેવી ખાદ્યચીજોમાં ફળો, શાકભાજી, કઠોળ અને આખા અનાજનો સમાવેશ થાય છે.

4.વિટામિન, ખનિજ તત્વો અને એન્ટિઓક્સોડેન્ટ્સ
વિટામિન્સ અને ખનિજ તત્વોના પૂરતું સેવનની ખાતરી કરવા માટે યોગ્ય સંતુલિત આહાર એ શ્રેષ્ઠ માર્ગ છે. જો કે, કેટલાક કેન્સરના દર્દીઓને વધારાના વિટામિન્સ અને ખનિજ તત્વોની જરૂર પડી શકે છે. કેવા પ્રકારનું કેન્સર છે તેના પર આધાર રાખતા, 30-90% લોકો અપૂરતો આહાર લેતા હોઈ શકે છે.

આ બાબત પોષક તત્ત્વોની ઉણપની સંભાવનાને વધારે છે. ઉદાહરણ તરીકે, કિમોથેરાપીના દર્દીઓમાં મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન ડી અને ફોલેટ સહિતના ઘણા પોષક તત્વોની ઉણપ થવાની શક્યતા વધુ હોય છે. એન્ટીઑકિસડન્ટ્સ મુક્ત રેડિકલને ન્યુટ્રલાઇઝ્ડ કરે છે, તેમના દ્વારા તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડતા અટકાવે છે.

દર્દીઓ વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી ખાવાથી તેમનું એન્ટીઑકિસડન્ટનું સેવન વધારી શકે છે. સામાન્ય રીતે ડોક્ટરો દ્વારા કિમોથેરાપી દરમિયાન અને ત્યારબાદ એન્ટીઑકિસડન્ટ સપ્લિમેન્ટ્સના મોટા ડોઝ લેવાની સલાહ આપવામાં આવતી નથી.

કિમોથેરાપી દરમિયાન ડાયેટ પ્લાનને જાળવી રાખો

એકવાર સારવાર શરૂ થઈ ગયા બાદ, વ્યક્તિના શરીરને તંદુરસ્ત ભોજનની જરૂર હોય છે. આ સમયગાળા દરમિયાન પૂરતી કેલરી અને પ્રોટીનનું પૂરતાં પ્રમાણમાં સેવન કરવું આવશ્યક છે. સારવાર દરમિયાન સ્વાદમાં ફરક પડી જવાને કારણે દર્દીઓને નવીન પ્રકારના ભોજનનું સેવન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

હલકાં અને સરળ ભોજન શ્રેષ્ઠ કામગીરી કરે છે. કેટલાક ઉદાહરણોમાં દહીં, ફણગાવેલા ઓટ્સ, ક્યોર્ડ રાઇસ, સાદા અથવા ફ્લેવરવાળા, કોટેજ ચીઝ અને તાજા ફળો, બાફેલા ઈંડા સાથે ટોસ્ટ, પીનટ બટર, દૂધ અને ધાન્ય સાથે ટોસ્ટેટ બેગલનો સમાવેશ થાય છે. લેક્ટોઝ ઇન્ટોલરેન્સ ધરાવતા દર્દીઓ, લેક્ટેડ, બદામવાળુ દૂધ અથવા સોયા મિલ્ક અથવા ચિકન રાઇસ સાથે સૂપ અજમાવી શકે છે.

પ્રોટીનથી ભરપૂર નાસ્તો જેમ કે ગ્રીક દહીં, બદામ અને સીડ્સ, ચિકન સલાડ, બિન્સ સલાડ અથવા બાફેલા ઈંડા દર્દીને મજબૂત અને ઊર્જાવાન રહેવામાં મદદ કરી શકે છે. કિમોથેરાપી વ્યક્તિની ખાવાની ટેવને પ્રભાવિત કરી શકે છે. ઉદાહરણ તરીકે, મોંમાં દુખાવો થતો હોય તેવી વ્યક્તિઓને એસિડિક ફળો (નારંગી, સફરજન, બેરી) ખાવામાં મુશ્કેલી પડી શકે છે અને ઝાડાથી પીડિત વ્યક્તિ ફાઇબરવાળા ભોજનનું સેવન કરવાનું ટાળશે.

કિમોથેરાપી બાદ ડાયટને જાળવી રાખો…

કિમોથેરાપી બાદ, આહાર પ્રત્યે સભાન રહેવું અને કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સમગ્ર દિવસ દરમિયાન, ઓછા પ્રમાણમાં અને વારંવાર ભોજન અને નાસ્તો કરવો. 3 વખત વધારે પ્રમાણમાં ભોજન કરવાને બદલે, 5 – 6 વખત ઓછા પ્રમાણમાં ભોજન કરવાનું નક્કી કરો. ઉપરાંત, ઠંડા અથવા ઠંડું ભોજન જમવાનો પ્રયાસ કરો કારણ કે તે ઓછી ગંધ ફેલાવે છે અને ખાસ કરીને ઉબકા આવતા હોય તેવા દર્દીઓ માટે તે માટે મહત્વપૂર્ણ છે.

(શિયાળા અથવા ચોમાસાની સિઝન દરમિયાન સૂચવવામાં આવતા નથી). ગરમ ખોરાકમાં તીવ્ર ગંધ હોઈ શકે છે, જે અમુક ખોરાક પ્રત્યે અણગમો પેદા કરે છે. ઉપરાંત, ડિહાઇડ્રેશન ટાળવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવો અને કિમોથેરાપીની કેટલીક બાયપ્રોડક્ટોને બહાર કાઢો. પાણી એ પ્રવાહીનો શ્રૈષ્ઠ સ્ત્રોત છે,

ઉપરાંત પાતળો સૂપ, ફળોના રસ, બટર મિલ્ક, ઓછા મીઠાવાળા સૂપ, આદુ અને ફુદીના વાળી હર્બલ ટી જેવા અન્ય પ્રકારના પ્રવાહીનું પણ સેવન કરી શકાય છે. કિમોથેરાપી દરમિયાન પુરતાં પ્રમાણમાં પોષણની જરૂર હોય છે. સ્વસ્થ ભોજન સારવારમાં મદદરૂપ બની શકે છે, ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરી શકે છે અને કિમોથેરાપીની આડઅસરોની તીવ્રતા ઘટાડી શકે છે.

કિમોથેરાપીના દર્દીઓને ઇન્ફેક્શન લાગુ થવાની શક્યતા વધારે હોવાથી, ખોરાકની સલામતી અને સ્વચ્છતા મહત્વપૂર્ણ છે. કિમોથેરાપી દરમિયાન અથવા ત્યારબાદ કેવા પ્રકારના ભોજનનું સેવન કરવુ અને ન કરવુ વિશે જાણવા માટે મેડિકલ પ્રોફેશનલની સલાહ લો અને તમારું પોષણથી ભરપૂર ડાયેટ પ્લાન બનાવવામાં મદદ કરવા માટે જણાવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.