ચેન્નાઈની IT કંપનીએ 100 કર્મચારીઓને કાર ગિફ્ટમાં આપી
નવી દિલ્હી, કંપનીમાં કામ કરતા કર્મચારીઓને તેમના કામના આધારે પ્રમોશન અને બીજા નાણાકિય લાભ મળતા હોય છે.
જોકે ચેન્નાઈની એક આઈ ટી કંપની સારૂ કામ કરનારા કર્મચારીઓ પર ઓળઘોળ થઈ ગઈ છે. કંપનીએ પોતાના 100 કર્મચારીઓને ઈનામ તરીકે કાર આપી છે. દરેક કર્મચારીને આ કાર કરવામાં આવી હતી.Chennai-Based IT Firm Gifts Cars To Its 100 Employees
આ કર્મચારીઓ દસ વર્ષથી કંપનીમાં કામ કરી રહ્યા છે.
કંપની પહેલા પણ કર્મચારીઓને ગોલ્ડ કોઈન અને આઈફોન જેવી ગિફટ આપી ચુકી છે. કંપનીના માર્કેટિંગ હેડ હરી સુબ્રમણ્યમનુ કહેવુ હતુ કે, અમે અમારા 100 કર્મચારીઓને 100 કાર ગિફ્ટ કરી રહ્યા છે. આ કર્મચારીઓ 10 વર્ષ કરતા વધારે સમયથી કંપની સાથે જોડાયેલા છે. કંપનીમાં કુલ 500 કર્મચારીઓનો સ્ટાફ છે.
દરમિયાન કંપનીમાં કાર ગિફટ કરવા માટે એક ફંક્શન રાખવામાં આવ્યુ હતુ અને એક પછી એક કર્મચારીઓ નવી નક્કોર કાર સાથે ડ્રાઈવ કરીને નિકળ્યા હતા.