Western Times News

Gujarati News

ચેન્નાઈએ વર્લ્ડકપના સ્ટાર રચિન રવીન્દ્રને ૧.૮૦ કરોડમાં ખરીદ્યો

નવી દિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ ખૂબ જ ખાસ છે કારણ કે, આ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી આઈપીએલહોઈ શકે છે. એમએસ ધોની પહેલા જ સંકેત આપી ચૂક્યો છે કે, કદાચ તે આ છેલ્લી વખત આઈપીએલરમતો નજર આવશે.

આવી સ્થિતિમાં ટીમનો પ્રયત્ન એવો જ રહેશે કે, પોતાના કેપ્ટનને ચેમ્પિયન બનાવીને જ વિદાય આપવામાં આવે. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે વર્લ્ડ કપના સૌથી મોટા હીરો રહેલા રચિન રવીન્દ્રને ૧.૮૦ કરોડમાં ખરીદ્યો છે.

ચેન્નઈએ આ પ્લેયરખરીદ્યા
રચિન રવીન્દ્ર- ૧.૮૦ કરોડ (બેઝ પ્રાઈસ ૫૦ લાખ)
શાર્દુલ ઠાકુર- ૪ કરોડ (બેઝ પ્રાઈસ ૨ કરોડ)

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ
એમએસ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શેખ રાશિદ, રવીન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, મોઈન અલી, શિવમ દુબે, નિશાંત સિંધુ, અજય મંડલ, રાજ્યવર્ધન હંગરગેકર, દીપક ચાહર, મહીશ તીક્ષણા, મુકેશ ચૌહાણ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, મથીશ પાથિરાના.

સીએસકેએ આ ખેલાડીઓને કર્યા રિલીઝઃ બેન સ્ટોક્સ, ડ્‌વેન પ્રિટોરિયસ, અંબાતી રાયડૂ, સિસંડા મગાલા, કાઈલ જૈમિસન, ભગત વર્મા, આકાશ સિંહ, સુભ્રાંશુ સેનાપતિ.

ચેન્નઈ સુપર કિંગ્સના સફરની વાત કરીએ તો આ ટીમ પાંચ વખત આઈપીએલટાઈટલ જીતી ચૂકી છે. હવે આ વખતે પણ ટ્રોફી જીતીને એમએસ ધોનીને વિદાય આપવાનો પ્રયાસ રહેશે. ચેન્નાઈએ ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૮, ૨૦૨૧ અને ૨૦૨૩માં આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.