ચેન્નાઈ સુપર કિંગ્સે કર્યો ધોની માટે સૌથી મોટો ખુલાસો
આગામી સિઝનમાં પણ ધોની કેપ્ટનશિપ કરતો જાેવા મળશે -એમએસ ધોની ઓગસ્ટ ૨૦૨૦માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે, માત્ર IPLમાં ભાગ લઈ રહ્યા છે
નવી દિલ્હી, ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક અનુભવી મહેન્દ્ર સિંહ ધોની આવતા વર્ષે પણ રમતા જાેવા મળશે. ક્રિકેટ પ્રેમીઓને રવિવારે આ મોટી માહિતી મળી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ મહાન વિકેટકીપરને આગામી સિઝન માટે રિટેન કર્યો છે.
અનુભવી મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત ૫ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે, ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, ઓલરાઉન્ડર શિવમ દુબે, મોઈન અલી, દીપક ચાહર, મહિશ થીક્ષાના, મુકેશ વરુણ અને મથીશા પથિરાનાને રિટેન કર્યા છે. હવે એ જાેવાનું રસપ્રદ રહેશે કે આગામી સિઝનમાં ધોની આ ટીમની કમાન સંભાળશે કે પછી અન્ય કોઈને આ જવાબદારી સોંપવામાં આવશે.
ચેન્નાઈ સુપર કિંગ્સએ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, કાયલ જેમિસન, આકાશ સિંહ, અંબાતી રાયડુ (નિવૃત્ત), સિસાંડા મગાલા, ભગત વર્મા અને સુભ્રાંશુ સેનાપતિને રિલીઝ કર્યા છે. ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન સ્ટોક્સે તેના ‘વર્કલોડ અને ફિટનેસ’ને મેનેજ કરવા માટે આવતા વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી પોતાનું નામ પાછું ખેચવાનો ર્નિણય લીધો છે. તેની ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સે ઓલરાઉન્ડરને છોડવાની પુષ્ટિ કરી છે. સ્ટોક્સને આ વર્ષની હરાજી પહેલા ઝ્રજીદ્ભએ રૂ. ૧૬.૨ કરોડમાં ખરીદ્યો હતો.
દિગ્ગજ વિકેટકીપર ધોનીના ચાહકો આખી દુનિયામાં છે. ભલે તેણે ઓગસ્ટ ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું, તે હજી પણ ભાગ લે છે. જ્યારે તે આઈપીએલ મેચ રમવા માટે દેશના કોઈપણ સ્ટેડિયમમાં જાય છે ત્યારે ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ રહે છે. તેની એક ઝલક મેળવવા માટે લોકો કલાકો સુધી આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા હોય છે. આવી સ્થિતિમાં ધોનીના ચાહકોને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે.