Western Times News

Gujarati News

ચેક રિટર્ન થવાના કેસમાં ગોધરાના આરોપીને ૧ વર્ષ જેલની સજા

(પ્રતિનિધિ) ગોધરા, રોજ બરોજના નાણાકીય વ્યવહારોમાં સમાજમાં ચેકની વીસવશનીયતા માં લોકોને ભરોશો રહે તે માટે કોર્ટો દ્વારા પણ ચેક રિટર્ન થવાના કેસોમાં ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી રહેલી છે- ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે.

વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી કલ્પેશ ટેકચદ લાલવાણી રહેવાસી ભૂરાવાવ ગોધરા નાઓ ની પાસેથી આરોપી કિશનચંદ વિસનદાસ ઠક્કર રહેવાસી ગ્રીન પાર્ક સોસાયટી ગોધરા નાએ પોતાના રાજેશ ટ્રેડિંગ ધંધામાં જરૂર હોવાથી રૂપિયા ૬લાખ હાથ ઉછીના લીધા હતા.

તે રકમની ફરિયાદીએ ઉઘરાણી કરતા તે રકમની પરત ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને પોતાની જનતા કો ઓપ બેન્ક ગોધરા નો રૂપિયા ૬ લાખ નો ચેક લખી આપેલ હતો પરંતુ તે ચેક ફરિયાદીએ પોતાની બેંક મારફતે ક્લિયરિંગ માં મોકલતા બેલેન્સ ન હોવાના કારણસર ચેક પરત કરેલ – તેથી કાયદેસરની નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને ચેકની રકમ ચુકેવેલી નહિ .

તેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન ગુનાની ફરિયાદ દાખલ કરી હતી – આ કેસ ગોધરા કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓ અને ફરિયાદી તરફે એડવોકેટ અશોક સામતાણી ની દલીલોને દયાનમાં લઈને ગોધરાના જયુ. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ કે એસ મોદી એ આરોપી ને ચેક રિટર્ન થવાના ગુનામાં કસુરવાન ઠરાવીને આરોપીને ૧ વર્ષ કેદની સજા ભોગવવા નું અને ફરિયાદી ને રૂપિયા ૬ લાખ વાર્ષિક ૯% વ્યાજ સહિત વળતર

અને જો વળતર રકમ ન ભરે તો વધુ ૧ મહિનાની સજા નો દાખલો બેસાડતો હુકમ કરેલ છે. જજમેન્ટ ના દિવસે આરોપી કોર્ટમાં ગેર હાજર હોવાથી કોર્ટે આરોપી નું સજા નું ધરપકડ વોરંટ જિલ્લા પોલીસ વડા દ્વારા બજવણી કરવા હુકમ કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.