Western Times News

Gujarati News

1.70 લાખના ચેક રિટર્ન કેસમાં ૬ માસની કેદની સજા ફરમાવાઈ

યુવકને ચેકની રકમ ત્રીસ દિવસમાં વળતર પેટે ચૂકવી આપવા હુકમ

આણંદ, આણંદ જિલ્લાહના બાકરોલ ગામ ઘોળાકૂવાના શખ્સને રૂ.૧.૭૦ લાખના ચેર રિટર્ન કેસમાં આણંદની અદાલતે તકશીરવાર ઠેરવીને છ માસની સાદી સજા ફટકારી છે. આ સાથે ચેકની રકમ ૩૦ દિવીની અંદર વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા, જો નહીં ચૂકવાય તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની મળતી માહિતી મુજબ બાકરોલના ધોળા કૂવા ખાતે રહેતા ફરિયાદી સંજયભાઈ ભલાભાઈ પરમાર નજીકમાં રહેતા રણછોડભાઈ ફતેહસિંહભાઈને સોલંકીને ઓળખતા હોય તેમણે જમીનના કામકાજ માટે રૂ.૩ લાખ ઉછીના પેટે આપ્યા હતા

જે વાતને ઘણો સમય વીત્યો હોવા છતાં પણ તેઓ પૈસા પરત ન કરતા સંજયભાઈ પરમારે ઉઘરાણી કરી હતી જેથી રણછોડભાઈએ ૩ લાખ રૂપિયાનો તારીખ ૪-૪-રરના રોજનો ચેક લખી આપ્યો હતો. જે ચેક નિયત તારીખે ખાતામાં ભરતા ચેક અપૂરતા ભંડોળના કારણે પરત થયો હતો

જેથી સંજયભાઈએ કાનૂની કાર્યવાહી હાથ ધરીને આણંદની અદાલતમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ બીજા અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલવા આવતા ચાલુ કેસે રણછોડભાઈએ સમાધાન કરી ૧.૩૦ લાખ રૂપિયા રોકડા ચૂકવી આપ્યા હતા

અને બાકીના રૂ.૧.૭૦ લાખનો ચેક તારીખ રપ-૧ર-ર૦ર૩ના રોજનો આપ્યો હતો જે ચેક પણ અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો જેથી સંજયભાઈએ નોટિસ આપીને પોતાના નાણાંની માગણી કરીહતી પરંતુ નાણાં પરત ના મળતા અંતે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

આ કેસની સુનાવણી ૬ઠ્ઠા એડિશનલ જ્યુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષના વકીલની દલીલો તેમજ રજૂ થયેલ પુરાવાઓને કોર્ટે ગ્રાહ્ય રાખી જજ પી.ડી. કોરીયાએ આરોપી રણછોડભાઈને તકસીરવા ઠેરવ્યા હતા અને છ માસની સાદી કેદની સજા સંભળાવી હતી સાથે સાથે ચેકની રકમ દિન ૩૦માં ચૂકવી આપવા નહીં તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. ચુકાદા વખતે આરોપી કોર્ટમાં હાજર ના હોય તેના વિરૂદ્ધ પકડ વોરંટ પણ ઈસ્યુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.