Western Times News

Gujarati News

ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષ જેલની સજા અને રૂ.૧૧,૫૦,૦૦૦ વળતર ચૂકવવાનો આદેશ

(પ્રતિનિધિ)ગોધરા, ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે. વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી અરુણભાઇ પ્રેમચંદ કોઠારી એ પોતાના કુલ મુખત્યાર અક્ષય અરુણભાઇ કોઠારી રહેવાસી શ્રીજી સદન કાછિયાવાડ. ગોધરા નાઓ એ આરોપી નયન ડી. કોઠારી રહેવાસી ૭૧. એપી એમસી માર્કેટ. ગોધરા સામે કરેલી ફરિયાદમાં એવું જણાવ્યું છે કે

ફરિયાદી પાસેથી આરોપી એ પોતાના ભગવતી ટ્રેડર્સ ધંધામાં જરૂર હોવાથી રૂપિયા ૧૧૫૦૦૦૦ લીધા હતા. તે નાણા લીધા બાબત કબુલાત નું કરાર લખી આપ્યું હતું. તે આપેલ રકમની ફરિયાદીએ ઉઘરાણી કરતા તે રકમની પરત ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને જનતા કો ઓપ બેન્ક નો રૂપિયા ૧૧૫૦૦૦૦/ નો ચેક લખી આપેલ હતો પરંતુ તે ચેક ફરિયાદીએ પોતાની બેંક મારફતે ક્લિયરિંગ માં મોકલતા બેલેન્સ ન હોવાના કારણસર ચેક પરત કરેલ –

તેથી કાયદેસરની નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને ચેકની રકમ ચુકેવેલી નહિ . તેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન ગુનાની ફરિયાદ દાખલ કરી હતી – આ કેસ ગોધરા કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓ અને ફરિયાદી તરફે એડવોકેટ અશોક સામતાણી ની દલીલોને દયાનમાં લઈને ગોધરાના ચોથા જયુ. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ શ્રી પ્રકાશચંદ્ર એમ. કામદાર એ આરોપી ને ચેક રિટર્ન થવાના ગુનામાં કસુરવાન ઠરાવીને આરોપી નયન કોઠારી ને બે વર્ષ ની કેદની સજા ભોગવવા નું અને ફરિયાદી ને રૂપિયા ૧૧૫૦૦૦૦ રકમ વળતર અને જો વળતર રકમ ન ભરે તો વધુ ૩ મહિના ની સજા નો દાખલો બેસાડતો હુકમ કરેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.